ઝારખંડમાં બે બાળકીઓની દુષ્કર્મ બાદ હત્યા કરાઇ
રાંચી, ઝારખંડના પિપરવાર વિસ્તારમાં ૧૦ અને ૧૨ વર્ષની બે બાળકીઓની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ છે. આઠ વર્ષનો એક બાળક પણ ગંભીર રીતે ઘવાયો છે. તેને રિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એ જ ગામના સોનૂ મોતીની ધરપકડ કરી લીધી છે. તેની વિરુદ્ધ યૌન ઉત્પીડન અને હત્યાની ફરિયાદ કરાઈ છે.
સોનૂ ફળ ખવડાવવાની વાત કહીને ત્રણેય બાળકોને જંગલમાં લઈ ગયો હતો. ત્રણેય બાળકો બુધવારે ગુમ હતા. સાંજ સુધી તેઓ પાછા ન આવ્યા તો પરિવારજનોએ તપાસ શરૂ કરી. પોલીસે પણ આખી રાત તપાસ કરી. ગુરુવાર સવારે ૪ વાગ્યે બાળકનો અવાજ સાંભળી માતા અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા. બાળક લોહીથી લથપથ હતો. પરિવારજનોએ બાળકને સારવાર માટે રિમ્સ હોસ્પિટલમાં ખસેડ્યો છે. ગુરુવારે બપોર બાદ ગ્રામીણોને ગંભીર હાલતમાં બે બાળકીઓ જંગલમાં મળી આવી હતી. આ બન્ને બાળકીઓને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ હતી.
રિમ્સમાં સારવાર લઈ રહેલા બાળકે જણાવ્યું કે,‘સોનૂ ફળ ખાવાની વાત કહીને પહેલા બહેન અને તેની બહેનપણીને જંગલમાં લઈ ગયો પછી થોડી વાર પછી મને લઈ ગયો. જ્યારે મેં ત્યાં મારી બહેનને ના જોઈ તો મે સોનૂને બહેન વિશે પુછ્યું. આવું પુછતાની સાથે તેને મને મારવાનું શરૂ કરી દીધું. બળજબરી મને એને ખેંચ્યો અને પથ્થરથી મારવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ શર્ટથી મારા હાથ બાંધી દીધી અને ગળાને ઝાડમાં ફસાવીને ભાગી ગયો. સવારે અવાજ સાંભળીને મેં બૂમો પાડી, ત્યારે મા અને અન્ય લોકો ત્યાં આવ્યા’