સુરતમાં બંધ ઘરમાંથી બે ચોરે છ લાખ ઉઠાવ્યાં
સુરત, સુરતમાં વધુ એક મોટી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે, આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં ગઇ મધરાત્રે એક બંગલામાં ચોર ઘૂસ્યા અને ૬.૮૮ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ખાસ વાત છે કે, જ્યારે આ ઘટના ઘટની તે સમયે બંગલાના માલિક વેપારી દમણ ફરવા ગયા હતા, જાેકે, ઘરમાં લાગેલા કેમેરાનો સીસીટીવી વીડિયો મોબાઇલ જાેયો ત્યારે ચોર મોબાઇલમાં દેખાય હતા. Two thieves stole six lakhs from a closed house in Surat
હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ચોરીની ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. હાલમાં જ સુરતના કતારગામ પોલીસની હદમાં આવેલા એક બંગલામાં ૬ લાખથી વધુની ચોરી થઇ છે.
શહેરના સુમુલ ડેરી રૉડ નજીક એક બંધ બંગલામાં ગઇ મધરાત્રે બે ચોર ઘૂસ્યા હતા, આ ચોરોએ ચોરી કરવા માટે રસોડાની ગ્રીલ કાપીને ઘરની અંદર એન્ટ્રી કરી હતી, ત્યારબાદ ઘરમાંથી ૬.૮૮ લાખની મતા ચોરીને ફરાર થઇ ગયા હતા. જ્યારે ચોર ઘરમાં ઘૂસ્યા તે સમયે ઘરના હૉલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી, અને આ સીસીટીવી કેમેરાનું નૉટિફિકેશન માલિક વેપારીને પહોંચ્યુ હતુ. જ્યારે ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યા હતા તે સમયે માલિક સુરતમાંથી બહાર દમણ ફરવા ગયા હતા.
ચોરે સીસીટીવીમાં કોઇપણ સીન રેકોર્ડ ના થાયે તે માટે કપડું પણ ઢાંકી દીધુ હતુ, જાેકે, તે પહેલા કેટલાક સીન કેપ્ચર થઇ ગયા હતા. હાલમાં આ સમગ્ર ઘટના અંગે સુરતના કતારગામ પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS