ઈડીએ BYJU’Sને 9 હજાર કરોડની નોટિસ કેમ ફટકારી! જાણો છો
ફેમાના ઉલ્લંઘન કેસમાં કાર્યવાહી થઈ હોવાનો દાવો
નવી દિલ્હી, એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બાયજુસએ સોમવારે રૂ. ૯,૦૦૦ કરોડની નોટિસ મળવાના સમાચારને ફગાવી દીધા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનના કિસ્સામાં આ નોટિસ જારી કરી છે.
આ વર્ષે એપ્રિલમાં ઈડીએ બેંગલુરુમાં બાયજુસની ત્રણ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન દસ્તાવેજાે અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કંપનીએ ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે રૂ. ૨૮,૦૦૦ કરોડનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ મેળવ્યું છે. આ સિવાય કંપનીએ BYJU’Sના નામે અલગ-અલગ દેશોમાં પૈસા પણ મોકલ્યા હતા.
આ ટ્રાન્ઝેક્શનમાં ગેરરીતિ હોવાની આશંકા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે બાયજુસના એકાઉન્ટ બુકની તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ બાદ કંપનીની બાબતોનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે. આમાંથી જે બહાર આવશે એના આધારે સરકાર નક્કી કરશે કે કેસને ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલયમાં લઈ જવાની જરૂર છે કે નહીં.
નિયમનકારી ચકાસણી હેઠળ આવ્યા પછી વિશ્વની સૌથી મોટી ઓડિટ કંપનીઓમાંની એક ડેલોઇટે પણ બાયજુસના કાનૂની ઓડિટર તરીકે રાજીનામું આપ્યું હતું. ડેલોઇટે એક નિવેદનમાં કહ્યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીનાં નાણાકીય નિવેદનો લાંબા સમયથી પેન્ડિંગ છે.
આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સંબંધિત કોઈ કોમ્યુનિકેશન ન થવાને કારણે ઓડિટ હજી શરૂ થયું નથી. બાયજુસએ ડેલોઈટની જગ્યાએ મ્ર્ડ્ઢંને કંપનીના કાનૂની ઓડિટર તરીકે નિયુક્ત કર્યા હતા.