દિવાળીના તહેવારોમાં અટલબ્રિજ પર મુલાકાતીઓનો ભારે ધસારો જાેવા મળ્યો હતો
અટલબ્રિજ ખાતે ૨૦ દિવસમાં ૨.૧૩ લાખથી પણ વધુ મુલાકાતીઓ ઊમટ્યા
(એજન્સી)અમદાવાદ, શહેરનો આઈકોનિક ગણાતો અટલબ્રિજ આબાલવૃદ્ધોમાં ભારે લોકપ્રિય બન્યો છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કાંઠાને જાેડનારો આ ફૂટ ઓવરબ્રિજ મ્યુનિસિપલ તંત્ર માટે કમાઉ દીકરો પુરવાર થયો છે. નવેમ્બર મહિનાના છેલ્લા ૨૦ દિવસમાં જ ૨.૧૩ લાખથી વધુ મુલાકાતીઓ અટલબ્રિજ ખાતે ઉમટ્યા હતા. દિવાળીના તહેવારોના કારણે અટલબ્રિજ પર મુલાકાતીઓનો ભારે ધસારો જાેવા મળ્યો હતો.
મ્યુનિસિપલ તંત્રના એક સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ ૧ નવેમ્બરે ૨,૬૫૫, ૨ નવેમ્બરે ૨,૫૭૧, ૩ નવેમ્બરે ૩૩૬૯, ૪ નવેમ્બરે ૪૩૩૦, ૫ નવેમ્બરે ૩૧૪૪, ૬ નવેમ્બરે ૩૯૭૭ ૭ નવેમ્બરે ૩૨૫૯, ૮ નવેમ્બરે ૨૯૪૩, ૯ નવેમ્બરે ૩૦૨૭, ૧૦ નવેમ્બરે ૨૮૧૮ અને ૧૧ નવેમ્બરે ૪૪૬૭ મુલાકાતીઓ તંત્રના ચોપડે નોંધાયા હતા. આ તમામ દિવસોમાં તંત્રે સરેરાશ એક લાખ રૂપિયાની આવક મેળવી હતી.
જાેકે ૧૨ નવેમ્બરે દિવાળીના રોજ મુલાકાતીઓની સંખ્યામાં બમણો વધારો થયો હતો દિવાળીના દિવસે ૧૦,૭૮૫ મુલાકાતીઓથી મ્યુનિસિપલ તિજાેરીને રૂા. ૩,૪૪,૯૩૦ની આવક થઈ હતી. ત્યાર બાદ પડતર દિવસે એટલે કે ૧૩ નવેમ્બરને સોમવારે પણ અટલબ્રિજ ખાતે મુલાકાતીઓએ દાટ મુકી હતી અને મુલાકાતીઓની સંખ્યામાં બમણો વધારો થઈને એક જ દિવસમાં ૨૦,૪૦૦ મુલાકાતીઆએ થયા હતા. પડતર દિવસે તંત્રને રૂા. ૫,૫૧,૫૬૦ની આવક થઈ હતી.
બેસતા વર્ષે અટલબ્રિજ ખાતે મુલાકાતીઓની સંખ્યાનો ઉચ્ચ આંક નોંધાયો હતો. તંત્રના રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ બેસતા વર્ષે ૧૪ નવેમ્બરે કુલ ૨૭,૦૭૭ એટલે કે ૨૭ હજારથી પણ વધુ મુલાકાતીઓએ એક જ દિવસે અટલબ્રિજની મોજ માણી હતી. આટલી વિક્રમી સંખ્યામાં મુલાકાતીઓ નોંધાતા તંત્રને પણ આવકમાં બખ્ખેબખ્ખાં થયાં હતા. બેસતા વર્ષે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ રૂા. ૮,૬૫,૫૬૫ની વિક્રમી આવક મેળવી હતી.
ત્યાર બ ાદ ભાઈબીજના દિવસે પણ મુલાકાતીઓનો પ્રવાહ જળવાઈ રહ્યો હતો. ૧૫ નવેમ્બરના દિવસે કુલ ૨૪,૩૫૫ મુલાકાતીઓથી તંત્રને કુલ રૂા. ૭,૫૮,૯૩૫ની આવક થવા પામી હતી. ૧૬ નવેમ્બર, ૨૬,૦૧૩ મુલાકાતીઓથી રૂા. ૮,૦૭,૧૯૦ની આવક , ૧૭ નવેમ્બરે ૨૨,૮૪૬ મુલાકાતીઓથી રૂા. ૭,૦૮,૯૫૦ ની આવક , ૧૮ નવેમ્બરે ૧૯૪૧૬ મુલાકાતીઓથી રૂા. ૬,૦૩,૩૩૦ની આવક,
૧૯ નવેમ્બરે ૧૩,૬૮૭ મુલાકાતીઓથી રૂા. ૪,૧૪,૪૫૫ની આવક અને ૨૦ નવેમ્બરે ૧૨,૬૪૬ મુલાકાતીઓથી મ્યુનિસિપલ તિજાેરીમાં રૂા. ૩,૯૪,૫૨૫ ઠલવાયા હતા. આમ, નવેમ્બર મહિનાના છેલ્લા ૨૦ દિવસમાં જ અટલબ્રિજની કુલ ૨,૧૧૩,૮૭૫ મુલાકાતીઓએ મજા માણી હતી. માત્ર ૨૦ દિવસમાં જ દિવાળીના તહેવારોના કારણે બે લાખથી પણ વધુ મુલાકાતીઓ અટલબ્રિજ ખાતે ઉમટી પડતાં સત્તાવાળાઓને રૂા. ૬૬,૯૪,૦૪૦ની વિક્રમી આવક થઈ હતી.