Western Times News

Gujarati News

જૈવિક ખેતી કરતા 1476 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો

પ્રતિકાત્મક

વિવિધ આરોગ્ય કેમ્પમાં ૩૩ હજારથી વધુ વ્યક્તિઓની તપાસ કરાઇ :‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ અંતર્ગત ગુજરાતના આઠ જિલ્લાઓની ૨૫૩ ગ્રામ પંચાયતોમાં ૭૭ હજારથી વધુ નાગરિકો સહભાગી થયા

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આજે તા. ૨૧ નવેમ્બરના રોજ ગુજરાતમાં બનાસકાંઠાના ૧૪ ગામ,  ભરૂચના ૧૩, છોટાઉદેપુરના ૩૦, ડાંગના ૨૮, દાહોદના ૭૦, નર્મદાના ૨૮, સુરતના ૪૨ અને વલસાડ જિલ્લાના ૨૮ એમ આઠ જિલ્લાઓની ૨૫૩ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૭૭,૮૮૬ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.

આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૩૩,૫૪૩ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૨૦,૭૩૩ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૧૦,૭૦૭ની સિકલ સેલની તપાસ કરાઇ હતી. મારૂ ભારત અંતર્ગત કુલ ૧૫૦૦ સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧,૬૮૨ નામ નોંધવામાં આવ્યા છે. ૫૬૩ મહિલાઓને, ૧૩૩૦ વિદ્યાર્થીઓને, ૭૭ રમતવીરોને તેમજ ૪૬ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત ૧,૪૩૯ લાભાર્થીઓ નોંધાયા છે. ૧૮૯ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ  ખાસ આરોગ્ય ઝૂંબેશ અંતર્ગત ૧,૦૧૧ નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા ૧,૪૭૬ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. ૧૩૯ ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. ૧૮૩ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે ૧૫૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૧૭૮ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.

આ આઠ જિલ્લામાં ૨૩૩ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે ૨૩૧ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યો છે તેમ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.