UKમાં વિદેશી વર્કર્સ માટે પગારધોરણ વધશેે
UKમાં જે જાેબ માટે લોકોની અછત હોય તે જાેબમાં બહારથી માણસો લાવવા હોય તો ઓછામાં ઓછા ૨૬,૦૦૦ પાઉન્ડનો પગાર આપવો પડેેં
UK કોઈ પણ ભોગે નેટ માઈગ્રેશન ઘટાડશે
નવી દિલ્હી, યુકે નેટ માઈગ્રેશન ઘટાડવા માટે કેટલાક એવા ફેરફાર કરશે જેનાથી સ્કીલ્ડ લોકોની અછત ન નડે. UKમાં વિદેશી વર્કર્સને લાવવા માટે મિનિમમ પગારનું જે ધોરણ છે તેને પણ વધારવામાં આવશે જેથી વિદેશી કામદારોને સારા વેતન મળી શકે. આના કારણે ભારત સહિતના જે લોકો UKમાં જાેબ શોધી રહ્યા છે તેમને સ્કીલના આધારે ફાયદો થાય તેમ છે. હવેથી બ્રિટનમાં કોઈએ નોકરી માટે આવવું હશે તો તેનો પગાર ૩૦,૦૦૦ પાઉન્ડથી વધારે હોવો જરૂરી છે. આ સુધારા હાલમાં વિચારણા હેઠળ છે અને ચાલુ સપ્તાહમાં જ તેને લીલી ઝંડી મળી જવાની શક્યતા છે. Pay scales for foreign workers in the UK will rise
UK માંથી નેટ માઈગ્રેશન ઓછું કરવા વડાપ્રધાન રિશિ સુનકે નિર્ધાર કર્યો છે અને તેઓ તે મુજબ પોલિસીમાં સુધારા કરી રહ્યા છે. UKથી ઘણા લોકો બહાર જઈ રહ્યા છે, યુક્રેન યુદ્ધના કારણે આવતા લોકો પણ ઘટી રહ્યા છે. તેથી સ્કીલ્ડ લોકોની અછત ન સર્જાય તે જાેવું જરૂરી છે. હાલમાં UK માં જે જાેબ માટે લોકોની અછત હોય તે જાેબમાં બહારથી માણસો લાવવા હોય તો ઓછામાં ઓછા ૨૬,૦૦૦ પાઉન્ડનો પગાર આપવો પડે. પરંતુ હવે તેની લિમિટ વધારીને ૩૦,૦૦૦ પાઉન્ડ કરવામાં આવશે. હાલમાં UKમાં સરેરાશ વેતન ૩૩,૦૦૦ પાઉન્ડ છે. UKમાં સ્કીલ્ડ વર્કરની કેટેગરીમાં ફોરેનના લોકો આવે તે માટે લઘુતમ પગારનું ધોરણ વધારવામાં આવ્યું છે.
જૂન ૨૦૨૩માં સમાપ્ત થયેલા વર્ષમાં UKમાં કેટલું માઈગ્રેશન થયું તેના આંકડા ટૂંક સમયમાં જાહેર થશે. એવો અંદાજ છે કે નેટ માઈગ્રેશનનો આંકડો ૫,૦૦,૦૦૦નો હશે. બ્રેક્ઝિટ અગાઉનો સમય ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો મોટો કહેવાય. યુકેએ ૨૦૧૯માં જ ર્નિણય લીધો હતો કે ઓવરઓવર માઈગ્રેશનમાં ઘટાડો કરવો, પરંતુ હજુ સુધી એવું નથી થયું. એક્સપર્ટ માને છે કે UKમાં આવવા માટે લઘુતમ વેતનનું ધોરણ વધારીને ૩૦ હજાર પાઉન્ડ કરવામાં આવશે તો પ્રાઈવેટ બિઝનેસને મોટી અસર થવાની શક્યતા છે.
અત્યારે સૌથી વધુ જરૂરિયાત હેલ્થકેરના વર્કર્સની છે. UKમાં ફુગાવો જે દરે વધ્યો છે તે હદે મિનિમમ પગારના લેવલમાં વધારો નથી કરાયો. તેથી અત્યારના ભાવ જાેવામાં આવે તો ૩૦,૦૦૦ પાઉન્ડનો ઓછામાં ઓછો પગાર આપવો જરૂરી છે. UKમાં વિદેશી સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટાડવા અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ પર પ્રતિબંધ મૂકવા વિચારણા કરવામાં આવી હતી પરંતુ વડાપ્રધાન રિશિ સુનક તેની સાથે સહમત નથી. કારણ કે તેનાથી UKમાં ટેલેન્ટની અછત સર્જાય તેવી શક્યતા છે. UK સરકારની આગામી દરખાસ્ત વિશે ઘણી વિગત બહાર આવવાની બાકી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે સ્કીલ્ડ વર્કરનો પગાર ૩૩ હજાર પાઉન્ડના વેતનની સમકક્ષ વધારવામાં આવે તેવી શક્યતા છે. જાેકે, કયા માઈગ્રન્ટ અને કેર વર્કર્સને તેમના પરિવારજનોને UK લાવવાની મંજૂરી મળશે તે વિશે અનિશ્ચિતતા છે.ss1