Western Times News

Gujarati News

ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં ૧૦૦ લોકોના મોત થયા

નવી દિલ્હી,  ગાઝામાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ થોડા દિવસો માટે બંધ થવાનું છે. હમાસ અને ઈઝરાયલે પરસ્પર સંમતિથી યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જે ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે અને આગામી ચાર દિવસ સુધી યથાવત રહેશે. દરમિયાન, હમાસ અને ઇઝરાયલ એકબીજાના બંધકોને મુક્ત કરશે. પરંતુ આ પહેલા પેલેસ્ટાઈને ઈઝરાયલ આર્મી પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે.

પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ અલ-મલિકીએ કહ્યું છે કે આઈડીએફએ મંગળવારની મોડી રાતથી હુમલાઓ વધારી દીધા છે. હોસ્પિટલો અને શરણાર્થી શિબિરોને નિશાન બનાવવામાં આવી રહી છે. ઇઝરાયલના હુમલાઓમાં ૧૦૦ થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

જેમાંથી ૫૨ લોકો એક જ પરિવારમાં રહેતા હતા. પેલેસ્ટિનિયન વિદેશ પ્રધાને લંડનમાં આરબ વિદેશ પ્રધાનોની બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “બુધવારની સવારે જ ઉત્તર ગાઝાના કદૌરામાં એક જ પરિવારના ૫૨ લોકો માર્યા ગયા હતા. તેઓને ઈઝરાયેલ દ્વારા મારવામાં આવ્યા હતા.”

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું હમાસ આવા હુમલા બાદ યુદ્ધવિરામ ચાલુ રાખશે? શું પેલેસ્ટિનિયનો સાથે ચાલી રહેલી અથડામણો બંધકોની મુક્તિ પરના કરારને અસર કરી શકે છે? આ ચિંતા અમેરિકા સહિત ઘણા દેશોને પણ પરેશાન કરી રહી છે. હાલમાં અમેરિકાના ૯, થાઈલેન્ડના ૨૩, આજેર્ન્ટિનાના ૧૫, જર્મનીના ૧૨, ફ્રાન્સના ૬ અને રશિયાના ૬ નાગરિકો હમાસના બંધકો છે. ઈઝરાયલે બંધકોને મુક્ત કરવાના બદલામાં ચાર દિવસના યુદ્ધવિરામને મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં હમાસ ૫૦ બંધકોને મુક્ત કરશે જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.

બદલામાં ઇઝરાયલ તેની જેલમાં બંધ ૩૦૦ પેલેસ્ટાઇનિઓને મુક્ત કરવા માટે સહમત થયુ છે. પરંતુ પ્રથમ તબક્કામાં તે માત્ર ૧૫૦ પેલેસ્ટાઈનિઓને જ મુક્ત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓએ તેમના નાગરિકોની મુક્તિ માટે અનેક પગલાં લીધા હતા. આવી સ્થિતિમાં જાે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનો કરાર કોઈ કારણસર સ્થગિત અથવા તોડવામાં આવશે તો આ નાગરિકોની મુક્તિ પણ મુશ્કેલીમાં મુકાઈ જશે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે ઇઝરાયલ સરકારે ગાઝામાં બંધક તરીકે રાખવામાં આવેલી ૫૦ મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે હમાસ આતંકવાદીઓ સાથેની ડીલને સમર્થન આપ્યું હતું. સાથે સાથે ઇઝરાયલ સરકાર તેમની જેલમાં બંધ પેલેસ્ટાઇનના ૧૫૦ મહિલા અને સગીર કેદીઓને મુક્ત કરવા પર સહમત થઇ હતી. એવા લોકોને મુક્ત કરવામાં આવશે જેમના પર કોઈ ઘાતક આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો સીધો આરોપ લાગ્યો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.