તુર્કમેનિસ્તાનના કરાકુમ રણમાં સૌથી સુંદર ઘોડો
નવી દિલ્હી, ઘોડાની તમામ બ્રિડ લગભગ તમે જાેઈ હશે. પણ શું દુનિયાનો સૌથી સુંદર ઘોડો જાેયો છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દેખાઈ રહ્યો છે. લોકો તેને જાેઈને નવાઈ પામી રહ્યા છે, આપને જણાવી દઈએ કે, આ ઘોડાની એક ખાસ બ્રિડ છે, એક દેશ છે, જ્યાં તે જાેવા મળે છે. તે જાેવામાં ખૂબ જ સુંદર હોય છે. તેના શરીરની ચમક દૂર જ દેખાઈ આવે છે. ઘોડાની આ બ્રિડ અરબી ઘોડાથી પણ જુની હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, આ સ્વર્ગથી આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @Gabriele_Corno અકાઉન્ટથી શેર કર્યો છે.
કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, આ એક દુર્લભ બ્રિડ અખલ ટેકે નામથી ઓળખાય છે. તેનું શરીર સોનેરી ચમકદાર કોટવાળું હોય છે. તેના કારણે તેને ગોલ્ડન હોર્સના નામથી ઓળખવામાં આવે છે. તુર્કમેનિસ્તાનના કરાકુમ રણમાં અખલ ટેકે બ્રિડના ઘોડા જાેવા મળે છે. કહેવાય છે કે ટેકે આદિવાસી જનજાતિના લોકોએ હજારો વર્ષ પહેલા અખલ મરુસ્થળમાં ઘોડાની આ બ્રિડની ઓળખ કરી હતી.
તેનું પાલન પોષણ કર્યું. તેના કારણે આ નસલનું નામ અખલ ટેકે પડ્યું. તેનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. ૩૦૦૦ વર્ષ પહેલા પણ તેનો ઉલ્લેખ મળે છે. તેને સ્પિડ, બુદ્ધિ અને તાકાત માટે પસંદ કરવામાં આવે છે. તેની છલાંગ એટલી વધારે છે કે, સામાન્ય રીતે તે પકડમાં આવતો નથી. જ્યારે તે છલાંગ લગાવે છે તો, તેના વાળ ઉડે છે અને તેનું સોનેરી શરીર દેખાઈ આવે છે.
આ ઘોડાની ભારતમાં કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયા સુધી હોય શકે છે. કહેવાય છે કે, આ ઘોડો ખૂબ જ વફાદાર હોય છે અને તે ફક્ત પોતાના માલિકને જ સવારી કરવા દે છે. આખી દુનિયામાં આ નસલના ઘોડા ૭૦૦૦થી પણ ઓછા છે. અખલ ટેકે તુર્કમેનિસ્તાનનું રાષ્ટ્રીય પશુ પણ છે.SS1MS