શાહિદ કપૂર સ્ટેજ પર ડાન્સ કરતી વખતે પડ્યો

મુંબઈ, ગોવાના પણજીમાં ૨૦ નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો રંગારંગ પ્રારંભ થયો. આ ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં હિન્દી ફિલ્મના અનેક સિતારાઓ પહોંચ્યા. અહીંયા સિતારાઓએ પોતાનું શાનદાર પરર્ફોમન્સ આપ્યુ.
આ શોમાં ચાર ચાંદ લગાવવા માટે લોકોએ અનેક ઘણી મહેનત કરી હતી. જાે કે આ વખતે સોશિયલ મિડીયામાં એક ઇવેન્ટમાં એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્ટેજ પર ડાન્સ કરતા શાહિદ કપૂર ધડામ કરતો સ્ટેજ પરથી પડ્યો. જાે કે આ વખતે શાહિદ કપૂરનું રિએક્શન જાેઇને અનેક લોકો હેરાન થઇ ગયા. સામે આવેલા વિડીયોમાં તમે જાેઇ શકો છો કે શાહિદ કપૂર ઓલ બ્લેક આઇટફિટમાં સ્ટેજ પર એના ડાન્સરની સાથે ડાન્સ કરતા જાેવા મળ્યો. પરંતુ શાહિદ ડાન્સ કરવામાં એટલો મગ્ન હતો કે એને એ વાતની જાણ ના થઇ કે એ ક્યારે સ્ટેજ પરથી પડી ગયો.
પરંતુ આ પછી એક્ટરે જે રિએક્શન આપ્યુ એ લોકોનું દિલ જીતી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂરે આ ઘટના પર ધ્યાન આપ્યુ નહીં અને તરત ઉભો થઇ ગયો. શાહિદ પોતાને સંભાળી લે છે અને સ્માઇલ કરીને બીજી વાર ડાન્સ કરવા લાગે છે. જેમ શાહિદ બીજી વાર ડાન્સ કરે છે એ જાેઇને દર્શકો પણ એનો ઉત્સાહ વધારે છે. શાહિદનો આ વિડીયો જાેઇને તમે પણ બે મિનિટ માટે વિચારમાં પડી જશો.
શાહિદ પોતાને કેવી રીતે હેન્ડલ કરી લે છે આ વાત લોકો માટે ખાસ બની રહે છે. ઉલ્લેખનીય છે કે ૫૪ મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સેરેમની ૨૦ થી ૨૮ નવેમ્બર સુધી ચાલશે. ફિલ્મ મહોત્સવનું આયોજન ગોવા સરકારના સહયોગથી કેન્દ્ર સરકારની સુચના અને પ્રસારણ મંત્રાલયના અધીન ફિલ્મ સમારોહ નિર્દેશાલય તરફથી કરવામાં આવે છે. આ વખતે ઇવેન્ટમાં ૨૫૦ ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે સ્ટાર્સને એવોર્ડ પણ આપવામાં આવશે. આ વખતે ઓટીટી એવોર્ડની પણ શરૂઆત થઇ ગઇ છે.SS1MS