Western Times News

Gujarati News

પરિવાર વતન ગયો અને ઘરમાંથી થઇ ૯૫ લાખથી વધુની ચોરી

Files Photo

અમદાવાદ, શહેરના સેટેલાઇટમાં આવેલા આર્યવ્રત સ્કાયમાં રહેતા બિઝનેસમેનનો પરિવાર વતનમાં ગયો ત્યારે ચોરીની ઘટના બનવા પામી હતી. પરિવારજનો વતનતી પરત ફર્યા ત્યારે બે લોખંડના લોકર તુટેલી હાલતમાં મળ્યા હતા. જેથી તેમાં તપાસ કરી તો ૮૭ લાખ રોકડા અને અન્ય દાગીના મળીને કુલ ૯૫.૫૦ લાખની મતા ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતું.

બાદમાં બિઝનેસમેને સીસીટીવી ફુટેજ તપાસ્યા ત્યારે બે વર્ષ પહેલા તેમના ત્યાં નોકરી કરતો શખ્સ તેની સાથે બે સાગરિતો સાથે ત્યાં જાેવા મળ્યો હતો. જેથી તે ત્રણેય લોકો પર શંકા રાખીને સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરતા ઝોન-૭ એલસીબીએ આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

મુળ કાનપુરના અને હાલ અમદાવાદના સેટેલાઇટમાં આવેલા આર્યવ્રત સ્કાયમાં રહેતા અમિતભાઇ કારીવાલા રહે છે. અમિતભાઇ સ્વસ્તિક ચાર રસ્તા પાસે આદિત્ય ઇન્ટરનેશનલ કંપનીમાં એન્જીનીયરીંગ તથા ટ્રેક્ટરની એજન્સી ધરાવે છે. ગત ૧૦મીના રોજ અમિતભાઇ, પત્ની અને પુત્રી ઘરને તાળુ મારીને મુખ્ય દરવાજાની ચાવી ઓફિસમાં કામ કરતા રાકેશ ચૌધરીને આપીને વતનમાં ગયા હતા. વતનમાં જતા પહેલા કબાટમાં રાખેલા લોકરની ચાવી અન્ય જગ્યાએ મૂકીને ગયા હતા.

કારણ કે, લોકરમાં ૮૭ લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના પણ હતા. બાદમાં ગત તા.૨૦મીએ અમિતભાઇના પત્ની અને પુત્રી વતનથી પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાે તથા રૂમનો દરવાજાે બંધ હોવાથી ચાવીથી ખોલીને બંને ઘરમાં પ્રવેશ્યા હતા. અમિતભાઇના પત્ની બેડરૂમનો દરવાજાે ચાવીથી ખોલીને અંદર પ્રવેશ્યા ત્યારે લોખંડનું લોકર તુટેલી હાલતમાં પલંગ પર પડ્યુ હતું અને બીજુ લોકર ખુલ્લી હાલતમાં હતું.

જેથી અમિતભાઇ ૨૧મીએ કાનપુરથી નીકળીને અમદાવાદ ઘરે આવી પહોંચ્યા હતા. ઘરે આવીને જાેયુ તો તસ્કરોએ લોખંડનું લોકર કાપીને ૮૭ લાખ રોકડા તથા આઠેક લાખના સોનાના છથી સાત પેન્ડલ, બુટ્ટી, વિંટી અને ૫૦ હજારના ચાંદીના દાગીના મળી ૯૫.૫૦ લાખની મતા ચોરી ફરાર થયા હતા. જે મામલે સેટેલાઇટ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે સીસીટીવી ફુટેજ તપાસતા બે વર્ષ પહેલા નોકરી કરતા ગોવિંદ મેઘવાલ તથા અન્ય બે શખ્સોની હિલચાલ જાેવા મળી હતી.

જેથી તેમની પર પોલીસે શંકા વ્યક્ત કરીને ત્રણેયની શોધખોળ કરતા ઝોન-૭ એલસીબીને સફળતા હાથ લાગી હતી. સૂત્રોનું માનીએ તો પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલીને ઘરમાં પ્રવેશીને લોકર કાપીને ચોરીને અંજામ આપ્યો હતો. આ ગુનાનો મુખ્ય આરોપી ગોવિંદ મેઘવાલ અગાઉ બે વર્ષ પહેલા છએક માસ નોકરી કરી ચૂક્યો હોવાથી તમામ ગતિવિધીઓથી વાકેફ હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.