શિયાળામાં ગરમ પાણી માટે કેવા ગીઝરની પસંદગી કરશો
આ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસે રેકોલ્ડ વોટર હીટરે ઉચિત પ્રોડક્ટની પસંદગી કરવા ગ્રાહકોને અપીલ કરી
સ્માર્ટ હોમ ડિવાઇઝથી જ જીવન સરળ થવાની સાથે જો એનો ઉચિત ઉપયોગ કરવામાં આવે, તો તેઓ ઊર્જા, નાણાંની બચત કરવામાં અને આપણી પૃથ્વીનું રક્ષણ કરવામાં મદદરૂપ પણ થઈ શકે છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (સીપીઆર)ના જણાવ્યા મુજબ, વર્ષ 2000થી અત્યાર સુધી ભારતીય ઘરોમાં વીજળીના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં કુલ રહેણાક વીજળીનો આશરે 50થી 60 ટકા હિસ્સો પંખા, ટીવી, રેફ્રિજરેટર, એર-કન્ડિશનર અને વોટર હિટર જેવા દરરોજ ઉપયોગ થતા ઉપકરણોનો છે.
આ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસે ભારતમાં વોટર હીટિંગ સોલ્યુશન્સની સૌથી મોટી પ્રોવાઇડર રેકોલ્ડે ગ્રાહકોને યોગ્ય વોટર હીટર પસંદ કરવા વિનંતી કરી છે, જે ઊર્જાદક્ષતાની ખાસિયતો સાથે હાઈ પર્ફોર્મન્સ આપે છે. ઊર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા પ્રત્યે કટિબદ્ધ રેકોલ્ડે તાજેતરમાં અદ્યતન ટેકનોલોજી અને ઊર્જા બચાવવાની ખાસિયતો ધરાવતું વોટર હીટર ‘ઓમ્નિસ’ પ્રસ્તુત કર્યું છે, જે પર્સનલાઇઝ હોટ શાવર આપે છે.
ઊર્જાદક્ષ ગ્રાહક ઉપકરણોની મોટા પાયે સ્વીકાર્યતાથી લાંબા ગાળે વીજળીનાં વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. જ્યારે ઓછા પાવરનો ઉપયોગ થાય છે, ત્યારે પાવર પ્લાન્ટ દ્વારા ઉત્સર્જિત ઝેરી ધુમાડાનું ઉત્સર્જન ઘટે છે, પૃથ્વીના સંસાધનોનું સંરક્ષણ થાય છે અને ઇકોસિસ્ટમનું રક્ષણ થાય છે.
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ પર એરિસ્ટન થર્મો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મોહિત નરુલાએ કહ્યું હતું કે, “રેકોલ્ડનાં ટેકનોલોજીકલ દ્રષ્ટિએ અદ્યતન વોટર હીટરની રેન્જ અમારી અમારા ગ્રાહકો અને સમાજ વચ્ચે પર્યાવરણ અને ઊર્જાદક્ષતા વિશે જાગૃતિ લાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે. પ્રતિષ્ઠિત “બીઇઇ” ધ બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી એવોર્ડ સતત નવ વર્ષ જીતવો એ અમારા ઊર્જાદક્ષ અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવવા પ્રત્યેની કટિબદ્ધતા અને પ્રયાસોનો પુરાવો છે.
રેકોલ્ડે એની સતત વૃદ્ધિની વ્યૂહરચનાનાં કેન્દ્રમાં ઊર્જાદક્ષતાને કેન્દ્રમાં રાખી છે તથા ઊર્જા સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધ છે. આ એવોર્ડ અમને અતિ ઊર્જાદક્ષ વોટર હીટિંગ સોલ્યુશન્સ ડિઝાઇન કરવા સતત પ્રેરિત કરે છે, જે અમારી પર્યાવરણ અને અમારા ગ્રાહકો પ્રત્યેની અમારી જવાબદારી પૂર્ણ કરવા પ્રોત્સાહન આપે છે.”
વીજ મંત્રાલય અંતર્ગત ધ બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (બીઇઇ) ભારતમાં વીજળીનું નિયમન કરવાની અને ઊર્જદક્ષતા વધારવાની તથા ઊર્જાનું સંરક્ષણ કરવાની કામગીરી કરે છે. બીઇઇ બીઇઇ સ્ટાર લેબલ્ડ ઉપકરણોના ઉદ્યોગો અને ઉત્પાદકો દ્વારા ઊર્જા સંરક્ષણમાં ઇનોવેશન અને સફળતાઓને બિરદાવે છે. આ એવોર્ડ ઊર્જા સંરક્ષણ અને ઊર્જાદક્ષતા પ્રત્યેની એની કટિબદ્ધતાને પણ માન્યતા પ્રદાન કરે છે.
શ્રી નરુલાએ વધુમાં ઉમેર્યું હતું કે, “ઊર્જાદક્ષ સોલ્યુશનો પ્રસ્તુત કરવામાં અમારા પ્રયાસોને અનુરૂપ અમે ઓમ્નિસ વોટર હીટર્સ લોંચ કર્યું છે, જે સ્માર્ટ બાથ લોજિક જેવી સ્માર્ટ ખાસિયતો ધરાવે છે – જે ઇન્ટેલિજન્ટ ફંક્શન છે. આ ફંક્શન તમારા બાથને કસ્ટમાઇઝ કરવામાં અને 30 ટકા સુધી વીજળી બચાવવામાં મદદ કરે છે. ઇકો ફંક્શન અમારી પ્રોડક્ટમાં ઊર્જાની બચત કરતી વધુ એક ઇનોવેટિવ પ્રોડક્ટ છે. વાઇ-ફાઈ અનેબલ્ડ ઓમ્નિસનું કન્ટ્રોલ એપ દ્વારા થઈ શકશે, જે તમને તમારી વીજળીના વપરાશ પર નજર રાખવામાં મદદ કરે છે. અમારી રિન્યૂએબલ વોટર હીટર્સની રેન્જમાં ડોમેસ્ટિક અને કમર્શયિલ એપ્લિકેશન માટે સોલર વોટર હીટર અને હીટ પમ્પ સામેલ છે, જે પાણીને ગરમ કરવા સૂર્યમાંથી વીજળી મેળવે છે.”
તો હવે જ્યારે તમે તમારા ઘર માટે નવુ કન્ઝ્યુમર એપ્લાયન્સ ખરીદો, ત્યારે તમે ઊર્જાની બચત કરતી સ્માર્ટ ખાસિયતો સુનિશ્ચિત કરો. એટલે આ તમને વીજળીના ઊંચા બિલથી બચાવવાની સાથે ઊર્જાની બચત કરશે, આપણી પૃથ્વીને જીવવા માટે વધારે સુખી અને સ્વસ્થ બનાવશે.