ગૌમાંસ ભરેલ પિકઅપ ગાડી સાથે ચાર ઈસમોને ઝડપી પાડતી જંબુસર પોલીસ
ટેમ્પો અને મોટર સાયકલ મળી ૧.૯૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વોન્ટેડ અશરફ ગોધરીયાને ઝડપી પડવાની તજવીજ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં અવાર નવાર ગૌમાંસના કતલ અંગેની બાબતો સામે આવતી હોય છે,કેટલાક કિસ્સાઓમાં કસાઈઓ પોતાના નાપાક મનસુબા પાર પાડી લેતા હોય છે.તો કેટલાક બનાવમાં પોલીસ આવા તત્ત્વોને ઝડપી પાડી કાયદાના પાઠ શીખવતી હોય છે.ત્યારે જંબુસર પોલીસે ગૌમાંસના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. Jambusar police arresting four ISMOs with a pickup truck full of beef
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ખાનપુરી ભાગોળ રેલવે ફાટક પાસેથી પોલીસે બાતમીના આધારે એક પિકઅપ ગાડીને રોકી તેની તલાસી લીધી હતી.જે તલાસી બાદ ગાડી માંથી અંદાજીત ૧૮૫ કી.ગ્રામ જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું.પોલીસે આ મામલે પિકઅપ ગાડી અને એક સ્પેલેન્ડર મોટર સાયકલ સહિત ગૌમાંસનો જથ્થો કબ્જે કર્યો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસે (૧) નઝીર યાકુબ અહેમદ પટેલ રહે,ખાનપુર દેહ નવી નગરી,જંબુસર (૨) ઈકબાલ ઈસ્માઈલ કોલા રહે,ખાનપુર દેહ નવીનગરી,જંબુસર (૩) મુસ્તાક મહંમદ દાઉદ પટેલ રહે, સારોદ ગામ જંબુસર તેમજ (૪) સલમાન ઈસ્માઈલ જુઠ્ઠી રહે,જંબુસર અજમેરી નગરીનાઓની ધરપકડ કરી પોલીસે કુલ ૧,૯૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.તો અન્ય એક અશરફ ગોધરીયા રહે,પંચસીલ સોસાયટી જંબુસરનાઓ ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.