લેડી ડોનના વહેમમાં ફરતી મોરબીની રાણીબા?
સોશિયલ મીડિયામાં રોફ જમાવતા છે અનેક વીડિયો
મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે
મોરબી, શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે. જાેકે, આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ છે.Raniba Vibhuti patel Morbi
નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. નોંધનીય છે કે, મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે.
ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ વગેરે મુજબ ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલા પણ તે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયામાં તેના અનેક આપતિજનક વીડિયો જાેવા મળી રહ્યા છે. જેમાં તે લેડી ડોન હોય તેવા અંદાજ જાેવા મળે છે. તલવાર વડે કેક કટિંગ કરી રૌફ જમાવવાનો પ્રયાસ કરતી હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જાેવા મળે છે. હાલ પોલીસે ગુનો નોંધતા વિભૂતી પટેલ ઉર્ફે રણીબા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.
આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે, મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બનીને બિન્દાસ્ત રીતે કાયદો હાથમાં લઈને લોકોમાં ભયનો માહોલ ફેલવવા બેફામ બન્યા છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, નિલેશ કિશોરભાઈ દલસાણીયા નામનો યુવક ૨ ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. આ બાદ, ૧૮ ઓક્ટોબરે તેમને નોકરીએ આવવાનું ના પડ્યું હતું.
જે બાદ પગાર તારીખ ૫ ને બદલે ૬ નવેમ્બરે પણ પોતાનો પગાર ન આવતા તેમણે આરોપીઓને ફોન કરીને મહેનતાણું માંગ્યું હતું. આ ફોન દરમિયાન આરોપીઓએ તેને ઓફિસ આવવા કહ્યું હતું, તો પિડિત પોતાના પાડોશી સાથે ઓફિસે જતાં સાથે આવેલ યુવકને ડી.ડી. રબારી નામના વ્યક્તિએ લાફાઓ મારીને ભગાડી દેવામાં આવ્યો હતો. આ બાદ, પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઈ ગયા હતા.
જ્યાં આરોપીઓ વિભૂતિ પટેલ સહિતના સાગરીતો દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ સાથે જ, પિડિત નિલેશના મોઢામાં વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ લેવડાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. આ ઉપરાંત, આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજાે ખંડણી ઉઘરાવતો વીડિયો ઉતારી નિલેશને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓ દ્વારા નિલેશને બેફામ માર મારવામાં આવતા હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ss1