ઉત્તરકાશી:બચાવકર્મીઓથી ૭-૮ મીટર દૂર છે મજૂરો
ઉત્તરકાશીમાં ફરી શરૂ કરવામાં આવ્યું ડ્રિલિંગનું કામ
નવી દિલ્હી, રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી ડ્રોન ટેક્નોલોજી અંગે સ્ક્વોડ્રન ઈન્ફ્રા માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડના સ્ડ્ઢ અને ઝ્રઈર્ં સિરિયક જાેસેફે કહ્યું, આ (ડ્રોન) એક નવી ટેક્નોલોજી છે, જે ટનલ અને અન્ય દુર્ગમ સ્થળોની અંદર જઈ શકે છે. આ ડ્રોન દ્વારા લાઈવ સ્ટ્રીમ પણ કરી શકાશે. તેની મદદથી અમે દરેક ક્ષણ પર નજર રાખી રહ્યા છીએ, થોડી પણ હિલચાલ થશે તો ખબર પડી જશે.Uttarkashi: The laborers are 7-8 meters away from the rescue workers
ઉત્તરકાશીની સિલક્યારા સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે બચાવ અભિયાન ચાલુ છે. અત્યાર સુધીમાં ૪૮ મીટર પાઇપ ડ્રિલ કરવામાં આવી છે અને ૧૦ મીટર વધુ ડ્રિલિંગ બાકી છે. મશીનની ખામીને કારણે ડ્રિલિંગ બંધ થઈ ગયું છે જેના પર નિષ્ણાતો દ્ધારા નજર રાખવામાં આવી રહી છે.
શુક્રવાર (૨૪ નવેમ્બર) બપોર સુધીમાં કામદારોને બહાર કાઢવામાં આવે તેવી અપેક્ષા છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. અત્યાર સુધી બચાવકર્મીઓ સિલક્યારા ટનલમાં ૪૬.૮ મીટર ડ્રિલ કરી ચૂક્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બચાવ કામગીરી પૂર્ણ થવામાં વધુ સમય લાગી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરંગમાં ફસાયેલા કામદારો માટે પુલાવ, વટાણા-પનીર અને રોટલી ડિનર માટે મોકલવામાં આવી હતી. ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરો જલદી બહાર આવે તે માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. પીએમ મોદી પોતે આ સમગ્ર બચાવ અભિયાનની દરેક અપડેટ લઈ રહ્યા છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પોતે સુરંગમાં ફસાયેલા મજૂરો સાથે વાત કરી હતી.
ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા બચાવ અભિયાન અંગે આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે જણાવ્યું હતું કે વર્ટિકલ ડ્રિલિંગ સંપૂર્ણપણે તૈયાર છે. તમામ સાઈટ તૈયાર થઈ ગઈ છે, તમામ રૂટ તૈયાર થઈ ગયા છે, બધું જ તૈયાર છે અને વર્ટિકલ ડ્રિલિંગનું શું કરવું તે અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવી રહ્યો છે. તેથી જ્યારે આપણે ઑગરિંગ કરી રહ્યા છીએ તો આપણે ખૂબ કાળજી રાખવી જાેઈએ.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત)એ ઉત્તરકાશીના સિલ્ક્યારા ખાતે ટનલ બચાવ કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી કે તમામ એજન્સીઓએ પરસ્પર સંકલન સાથે રાહત અને બચાવ કાર્યમાં જાેડાવવું જાેઈએ.
ઉત્તરકાશી જિલ્લામાં ચારધામ યાત્રા રૂટ પર નિર્માણાધીન સિલક્યારા ટનલનો એક ભાગ ૧૨ નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેના કારણે કાટમાળની બીજી તરફ કામદારો ફસાયા હતા, તેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. સોમવારે બચાવદળના સભ્યો કાટમાળમાંથી ૫૩ મીટર લાંબી છ ઇંચની પાઇપલાઇન નાખવામાં સફળ રહ્યા હતા, જેના દ્વારા કામદારોને વધુ ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.ss1