Western Times News

Gujarati News

ગુજરાતમાં રોકાણ કરવા માટે જાપાન સરકારને આમંત્રણ

ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને જાપાનના પ્રવાસનો પ્રારંભ યામાનાશી ગવર્નર કોટારો નાગાસાકી સાથે બેઠક યોજીને કર્યો હતો

ટોકિયો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેલીગેશને યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, વેચાણ, તેની સર્વિસનો ડેમો જાેયો હતો. તમને જણાવી દઈએ કે આ કંપની આગામી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટે આતૂર છે.

સાથે જ ડેલીગેશને પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ અને તેની વિશેષતાઓ પણ જાણી હતી. યામાનાશી ગવર્નરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલીગેશનનું સ્વાગત કરતા આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે જ જાપાન ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં જે નવીન પ્રયોગો અપનાવી રહ્યું છે, તેનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન, નેશનલ ઈલેક્ટ્રીક મોબિલિટી મિશન પ્લાન, ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઈમિશનના લક્ષ્યાંક જેવી જે પહેલો થઈ છે તેની વિગતો આપી હતી.

ખાસ કરીને ૨૦૩૦ સુધીમાં દેશમાં રીન્યુએબલ એનર્જી સોર્સમાંથી ૫૦૦ ગીગા વોટ ઈન્સ્ટોલ્ડ કેપેસિટીના વડાપ્રધાનના નિર્ધારમાં પણ ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા રાજ્ય સરકારના ઈનિશિયેટિવ્ઝ મુખ્યમંત્રીએ વર્ણવ્યા હતા. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો ૧૦૦ ગીગાવોટ સુધી લઈ જવાના લક્ષ્યાંક અને ગુજરાત ન્યૂ રીન્યુએબલ પોલિસીની માહિતી પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી હતી. મુખ્યમંત્રીએ રીન્યુબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જાપાન ગુજરાતના સંબંધોને નવી તકો આપવા નવા રોકાણો માટે વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૪માં જાેડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.