મોડાસા નગર સેવા સદન માટે બે કરોડ રૂપિયા ફાળવાશે
સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગર સેવા સદન માટે સહાય ફાળવવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરમાં નગરપાલિકાને નગર સેવા સદનના નિર્માણ માટે રૂ. બે કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને નવા નગર સેવા સદન માટે રૂ. બે કરોડની સહાય રાજ્ય સરકાર આપે છે.
તદ્દઅનુસાર, અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાની આ નગરપાલિકાને બે કરોડ રૂપિયા ફાળવાશે. નવા નગર સેવા સદનનું નિર્માણ થવાથી નગરજનોને રોજબરોજના કામો માટે આવવા-જવામાં થતી મુશ્કેલી દૂર થશે.