ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પરાજય આપી શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવી
બીજી ટી૨૦ મેચમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
ઈંગ્લિશને બિશ્નોઈએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો, ગ્લેન મેક્સવેલ પણ ૧૨ રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો
તિરૂવનંથપુરમ, સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને બીજી ટી૨૦ મેચમાં ૪૪ રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી૨૦ સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ત્રણ બેટરોની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૩૫ રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૯૧ રન બનાવી શકી હતી.India beat Australia to take a 2-0 lead in the series
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ઓપનર મેથ્યૂ શોર્ટ ૧૯ રન બનાવી રવિ બિશ્નોઈનો શિકાર બની હતી. સ્ટીવ સ્મિથ પણ ૧૯ રન બનાવી આઉટ થયો હતો. જાેશ ઈંગ્લિશ માત્ર બે રન બનાવી શક્યો હતો. ઈંગ્લિશને બિશ્નોઈએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ગ્લેન મેક્સવેલ પણ ૧૨ રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફશી માર્કસ સ્ટોયનિસે ૨૫ બોલમાં ૪ સિક્સ અને ૨ ચોગ્ગાની મદદથી ૪૫ રન ફટકાર્યા હતા. ટિમ ડેવિડે ૨૨ બોલમાં ૪ ચોગ્ગા અને બે સિક્સની મદદથી ૩૭ રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન મેથ્યૂ વેડે ૨૩ બોલમાં ચાર સિક્સ અને એક ફોર સાથે અણનમ ૪૨ રન બનાવ્યા હતા. શેન એબોટ, નાથન એલિસ અને એડમ ઝમ્પા એક-એક રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફતી રવિ બિશ્નોઈએ ૪ ઓવરમાં ૩ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ત્રણ સફળતા મળી હતી.
મુકેશ કુમાર, અર્શદીપ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી.ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને શાનદાર શરૂઆત મળી હતી. ઓપનિંગ કરવા ઉતરેલા ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસવાલે પ્રથમ વિકેટ માટે ૩૫ બોલમાં ૭૭ રનની ભાગીદારી કરી હતી, જેનો અંત છઠ્ઠી ઓવરમાં યશસ્વી આઉટ થતાં થયો હતો. યશસ્વી જાયસવાલે પ્રથમ બોલથી આક્રમક બેટિંગ કરી હતી.
આ ઓપનરે ૨૫ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૫૩ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ ૨૧૨ની રહી હતી.ત્યારબાદ ૧૬મી ઓવરમાં ભારતનો બીજાે ઝટકો ઈશાન કિશનના રૂપમાં લાગ્યો હતો. ઈશાન કિશન ૩૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ સિક્સની મદદથી ૫૨ રન બનાવી આઉટ થયો હતો. આઉટ થતાં પહેલા ઈશાન કિશને ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે ૮૭ રનની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાને ત્રીજાે ઝટકો કેપ્ટન સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો. સૂર્યકુમાર યાદવ ૧૦ બોલમાં બે સિક્સની મદદથી ૧૯ રન બનાવી આઉટ થયો હતો.ss1