Western Times News

Gujarati News

લગ્નમાં જઇ રહેલા પરિવારની કારમાં બે લાખથી વધુના દાગીનાની લૂંટ

નાગા બાવાના વેશમાં આવેલા લૂંટારુઓ સોનાના દોરા લૂંટી ફરાર

લગ્નમાં જઇ રહેલા લોકોની કાર આ લૂંટારૂ ટોળકીએ રોકી હતી, બાદમાં તેમની પાસેથી સોનાના દોરાની લૂંટ ચાલાવી હતી

મહેસાણા,મહેસાણા જિલ્લામાંથી વધુ એક લૂંટની ઘટના સામે આવી છે, ગઇકાલે જિલ્લાના વિસનગર અને વિજાપુર હાઇવે પર એક કારને રોકીને લૂંટારુ ટોળકીએ સોનાના દાગીના અને સોનાના દોરાની લૂંટ ચલાવી હતી, આમાં અંદાજિત બે લાખથી વધુના દાગીના લૂંટીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

હાલમાં પોલીસ આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણાં જિલ્લામાં ગઇકાલે એક સનસનીખેજ લૂંટની ઘટના ઘટી ઘટી હતી, ગઇકાલે વિસનગર અને વિજાપુર હાઇવે પર કૂવાડા ગામની નજીક નાગા બાવાના વેશમાં આવેલા કેટલાક લૂંટારુઓ ત્રાટક્યા હતા, લગ્નમાં જઇ રહેલા લોકોની કાર આ લૂંટારૂ ટોળકીએ રોકી હતી, બાદમાં તેમની પાસેથી સોનાના દોરાની લૂંટ ચાલાવી હતી, નાગા બાવાના વેશમાં આવેલી લૂંટારૂ ટોળકીએ બે લોકોને પોતાનો ટાર્ગેટ બનાવ્યા અને તેમની પાસેથી અંદાજિત દોઢ લાખથી વધુની કિંમતના દાગી લૂંટીને ફરાર થઇ ગયા હતા.

હાલમાં આ ઘટના અંગે વિસનગર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ઓનલાઇન અને સાયબર ક્રાઇમની ફ્રૉડના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર ગઠીયાઓ દ્વારા ઓનલાઇન સ્કેમને નવી નવી ટિપ્સથી અંજામ આપવામાં આવી રહ્યો છે. આ જ કડીમાં આજે મહેસાણામાંથી વધુ એક મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. અહીં એક શિક્ષિકાના ખાતામાંથી ૫ લાખની રકમ ગઠિયા દ્વારા પાનકાર્ડ અપડેટ કરવાની કહીને ઉપાડી લેવામાં આવી છે. આ ઘટના મહેસાણાના આખજ ગામમા ઘટી છે.

હાલ આ મામલે લાઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઓનલાઇન ફ્રૉડ વધ્યુ છે. આજે જિલ્લાન આખજ ગામે દીપિકા ગોસ્વામી નામની શિક્ષિકાને ખાતામાંથી પાનકાર્ડ અપડેટ કરવાનું કહીને ફ્રૉડ ટોળકીએ ૪.૯૭ લાખ રૂપિયા ઉઠાવી લીધા છે.

આ ઘટનામાં સૌથી પહેલા શિક્ષિકાને એક વૉટ્‌સએપ મેસેજ આવ્યો હતો, જેમાં એક લિન્ક આપવામાં આવી હતી, શિક્ષિકાને ફ્રૉડ ટોળકી દ્વારા વૉટ્‌સએપ પર લિન્ક મોકલીને જણાવવામાં આવ્યુ હતુ કે, તેમને એક્સેસ બેન્કના ખાતામાં પાનકાર્ડ અપડેટ નથી કર્યુ જેના કારણે એકાઉન્ટ બંધ થઇ જશે,

જેથી મોકલેલી લિન્ક પર ક્લિક કરીને અપડેટ કરો. આ લિન્ક દ્વારા ફ્રૉડ ટોળકીએ ઓનલાઇન ઠગાઇ કરીને દીપિકા ગોસ્વામી નામની શિક્ષિકાના ખાતામાંથી ૪.૯૭ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ખાસ વાત છે કે, આ ટોળકીએ એક્સેસ બેન્કના મેનેજરના નામથી ફોન કરી ખાતામાંથી ૪.૯૭ લાખની રકમને ઉપાડી લીધી હતી. હાલમાં મહિલા શિક્ષિકા દીપિકા ગોસ્વામીએ આ ઓનલાઇન ઠગાઈ મામલે લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.