ભારતમાં મેડીકલ મોંઘવારી દર ૧૪ ટકા પર પહોચી ગયો
(એજન્સી)નવીદિલ્હી, સરેરાશ ભારતીયોની કમાણીનો એક મોટો હિસ્સો તો મેડીકલ બિલ પાછળ જ ખર્ચાઈ જાય છે. દેશમાં આ વર્ષે મોઘવારીએઅ લોકોને જયાં ભારે મુશ્કેલીમાં મુકયા છે. ત્યાં વધતા મેડીકલ બિલોએ મેડીકલ બીલ પર ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. એશીયામાં મેડીકલ ખર્ચના મોઘવારી દર મેડીકલ ઈન્ફલેકશન સૌથી વધુ ભારતમાં જાેવા મળ્યો.
એક રીપોર્ટ અનુસાર ભારતમા મેડીકલ મોઘવારી દર ૧૪ ટકાએ પહોચી ગયો છે. એવામાં દેશની સામાન્ય પ્રજા પર સતત મેડીકલ બિલને લીધે કર્મચારીઓ પર વધારાનું આર્થિક ભારણ વધી રહયું છે. દેશના ૭૧ ટકા કર્મચારી મેડીકલ બિલની ચુકવણી જાતે કર છે. અઅને ફકત ૧પ ટકા જ એવી કંપનીઓ છે. જે કર્મચારીઓને હેલ્થ વીમાનું કવર આપે છે.
રીપોર્ટમાં દાવો કરાયો છે. કે વધતા મેડીકલ ખર્ચને કારણે ૯ કરોડથી વધુ ભારતીયોના જીવન પર અસર થઈ છે. અને તેમની કમાણીનો ૧૦ ટકા હિસ્સો તો બીમારીઓની સારવાર પાછળ જ ખર્ચ થઈ જાય છે. અગાઉ નીતી આયોગે રીપોર્ટમાં જણાવ્યું કે દેશમં નોકરીયાત વર્ગની સંખ્યા ર૦૩૦માં વધીને પ૬.૯ કરોડ થઈ જશે. જયારે ર૦રરમાં આ લોકોની સંખ્યા ફકત પર.ર કરોડ જ હતી.
એવામાં નોકરીયાત લોકોની સંખ્યામાં વધારા બાદ પણ દેશમાં હેલ્થ ઈન્શયોરન્સ કવરમં વધારો જાેવા મળ્યો નથી જે એક ચિતાજનક સ્થિતી છે. કંપનીઓ દ્વારા અપાતી હેલ્થ ઈન્યોરન્સ સુવિધા અંગે ર૦થી૩૦ વર્ષના યુવાઓ વચ્ચે ખુબજ ઓછી જાગૃકતા છે. જયારે પ૧ કે તેનાથી વધુ વયના લોકો સ્વાસ્થ્ય વીમો વધુ ખરીદે છે. આ સાથે જ ૪ર ટકા એવા પણ છે જે કંપની દ્વારા અપાતી હેલ્થ ઈન્શ્યોરન્સ સેવાને કર્મચારીને અનુકુળ બનાવવાની જરૂરીયાત પર ભાર મુકે છે.
આ રીપોર્ટથી એ જાણ થાય છે. ભારતમાં કાર્યરત ફકત ૧પ ટકા જ કંપનીઓ એવી છે જે તેમના કર્મચારીઓને હેલ્થ ઈન્યોરન્સની સાથે સાથે ટેલી હેલ્થ વગેરે જેવી અનેક સુવિધાઓ આપે છે.