Western Times News

Gujarati News

ઝઘડિયાના રાણીપુરા ગામે રેલ્વે ગળનાળામાં વરસાદી પાણી ભરાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાં રેલ્વે દ્વારા આડેધડ બનાવી દેવાયેલ ગળનાળામાં વરસાદી પાણી ભરાઈ ભરાઈ? જાય છે,વરસાદી પાણીના યોગ્ય નિકાલ નથી એવા અને જેનો રોજિંદો હજારો લોકો ઉપયોગ કરે છે એવા રાણીપુરા ગામના ગળનાળા માંથી વાહન વ્યહવાર અટકી પડ્યો હતો અને લોકોએ હાડમારી ભોગવવી પડી હતી.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના એલ.સી-૨૭ રેલ્વે ગળનાળુ (અંદર પાસ) દ્વારા આડેધડ બનાવી દેવાયેલ ગળનાળામાં ભરાયેલ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહિ હોવાના કારણે હાડમારી ભોગવી રહ્યા છે.ઝઘડિયા તાલુકામાં રેલવે દ્વારા વીસ થી વધુ ફાટકો બંધ કરી તેમની જરૂરિયાત મુજબ કોઈ પ્રકારનો ભૌગોલિક વિચાર કર્યા વગર ગળનાળા બનાવી દીધા છે.જેમાં ૧૨ થી વધુ ગામના હજારો લોકોએ નાળા માંથી પાણી ઉતરે તેની કલાકો સુધી રાહ જાેવી પડે છે.

પાણી ઉતાર્યા બાદ નાળું પાસ કરી શકાય છે.અદ્યતન ટેક્નોલોજી થી આગળ વધતો ભારતીય રેલ વિભાગ ગામડાઓમાં પાછળ પડ્યો છ અને રેલ્વેના ફાટકમેનના પગારો બચવાની લાલચમાં લાખો લોકોના માથે ગળનાળા થોપી દઈ આજીવન સમસ્યા ઉભી કરી દીધી છે. ગતરોજ સવારથી જ ઝઘડિયા પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.

જેથી જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે.ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના લોકોએ ગામમાંજ ઘેરાઈ રહેવાનો વારો આવ્યો હતો કેમકે ગામમાં પ્રવેશ કરવા કે બહાર જવા ગળનાળા માંથી પસાર થવું પડે છે અને તેમાં બે ફુટ થી? વધુ વરસાદી પાણીનો ભરાવો મોટા પાયે થયો હતો.જેથી ગામલોકોએ કલાકો સુધી પાણી ઉતરવાની રાહ જાેઈ બેસી રહેવું પડ્યું હતું.કેટલાક લોકોએ નોકરી પર રજાઓ લેવી પડી હતી.

જ્યારથી રેલવેએ ગળનાળા બનાવ્યા ત્યાંરથી ગામના લોકોને ચોમાસામાં ભારે હાલાકી ભોગવી પડે છે અને આવનારા વર્ષો સુધી હાલાકી ભોગવી પડશે ! ચોમાસામાં પણ રાણીપુરા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર રેલવેના જવાબદાર અધિકારીને લેખિતમાં ગામની અંદર આજુબાજુમાં આવેલ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ સાથે મળીને જવાબદાર રેલવે વિભાગની રજૂઆત કરી હતી કે

અન્ય ગળનારાની જેમ રાણીપુરા એલ.સી ૨૭ માં પાકી ડ્રેનેજ લાઈન બનાવી આપો પરંતુ આખા ચોમાસા દરમ્યાન રેલવે વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી ગળનાળામાં ભરાયેલ પાણી પણ જવાબદાર રેલવે દ્વારા કાઢવામાં આવતું નથી,ગતરોજ વરસેલા કમોસમી વરસાદના કારણે રાણીપુરા ગામના લોકોની હાલત કફોડી બની છે,

ગરનાળામાં બે ફૂટતી પણ વધુ પાણી ભરાતા ગામનો આવવા જવાનો વ્યવહાર બંધ થયો હતો. હજી પણ આ લખાય છે ત્યારે ગરનાળાની અંદર એક ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને વરસાદ બંધ થયા ના ૧૮ થી ૨૦ કલાક બાદ પણ ગરનાળાના એક ફૂટ પાણીમાંથી ગ્રામજનોએ પસાર થવું પડે છે,ચોમાસુ પુરૂ થયા બાદ ગ્રામજનો દ્વારા રેલ્વેના આઈ.ઓ.ડબલ્યુ રાજેશ દાસ અધિકારીને સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે હાલમાં વરસાદ સદંતર બંધ થઈ ગયો છે

જેથી રાણીપુરા ગામ ખાતે આવેલ એલ.સી-૨૭ માં પાકી ડ્રેનેજ લાઈનનું આયોજન કરવું હોય તો હવે શક્ય છે તેમ છતાં જવાબદાર અધિકારી દ્વારા તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને રાણીપુરા ગામના એલ.સી-૨૭ ગરનાળા ના વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, આમજને જણાવ્યું હતું કે ફક્ત રાણીપુરા ગામ સાથે જ રેલવે વિભાગ દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે, આ બાબતે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે જેથી હવે અમે રાણીપુરા ખાતે કોઈ કામ કરી શકીએ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર થી ઉમલ્લા વચ્ચે રેલ્વે વિભાગ દ્વારા ઘણી જગ્યાએ જ્યાં ભૂંગળા નાખી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હતો તેના જગ્યાએ ઓપન આરસીસીની ડ્રેનેજ લાઈન બનાવી આપી છે ફક્ત રાણીપુરા ખાતે જ રેલ્વે વિભાગ દ્વારા આ ઓપન આરસીસીની ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી નથી જેના પરથી રેલવેની બેદરકારી કેટલી છે તે ફલિત થાય છે,રેલ્વે વિભાગ દ્વારા રાજપારડી સારંગપુર ચિતાલી વિગેરે ગામોએ જે ઓપન બાકી આરસીસીની ડ્રેનેજ લાઈન બનાવી આપી છે તે બનાવી આપે જાે રેલ્વે દ્વારા સત્વરે આ ઓપન ડ્રેનેજ લાઈન બનાવવામાં નહીં આવે તો ગ્રામજનોએ રેલવે વિભાગ સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.