અમદાવાદમાં પરમીશન વગર પ્રવેશ કરનારા ભારે વાહનો સામે કડક કાર્યવાહી
અમદાવાદ, અમદાવાદના શિવરંજનીમાં યુવતીનો ભોગ લેવાયા બાદ ટ્રાફિક વિભાગ જાગ્યું હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ તરફ હવએ અમદાવાદ ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે. જેને લઈ હવે શહેરમાં પરવાનગી વિના પ્રવેશ કરનાર ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે. Strict action against heavy vehicles entering Ahmedabad without permission
અમદાવાદ શહેરમાં સવારે ૭થી ૧૧ કલાક સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જાેકે શિવરંજની ચાર રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં એક યુવતીના મોત બાદ હવે ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે.
અમદાવાદમાં ભારે વાહનોની સૌથી વધુ પરવાનગી પૂર્વ વિસ્તારમાં છે. આ સાથે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને જીઆઈડીસી હોવાથી પૂર્વ વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર હોવાથી હવએ પરવાનગી વિના પ્રવેશતા ભારે વાહનોને ટ્રાફિક પોલીસ દંડશે. ભારે વાહનોના કેસમાં આઈપીસી કલમ ૧૮૮ અને જીપી એક્ટ ૧૩૧ મુજબ કાર્યવાહી કરાશે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક વિભાગના કુલ ૬ પોલીસ સ્ટેશન છે. આ ૬ પોલીસ સ્ટેશને છેલ્લા ૧ વર્ષમાં ૧૩૩૮ કેસ કર્યા છે. છેલ્લા ૧ વર્ષમાં જાહેરનામાના ભંગ બદલ ૧૨૩ કેસ કરાયા તો ૧ વર્ષમાં ૧૩૩૮ કેસમાં ૩૭.૩૬ લાખ રૂપિયાની વસૂલાત પન કરાઇ છે. ૬ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧ વર્ષમાં કુલ ૧૩૩૮ કેસ કરાયા તો છેલ્લા ૧ વર્ષમાં જાહેરનામાના ભંગ બદલ ૧૨૩ લોકો કેસ કરાયા છે. ૧૨૩ લોકો સામે આઈપીસીની કલમ ૧૮૮ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સાથે વર્ષ ૨૦૨૨માં કુલ ૨૧૩ કેસ કરીને રૂ.૫.૧૪ લાખનો દંડ વસુલવામાં આવ્યો તો વર્ષ ૨૦૨૩માં પૂર્વ વિસ્તારમાં ૧૩૩૮ કેસમાં દંડ વસુલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ૧૩૩૮ કેસમાં રૂ.૩૭.૩૬ લાખનો દંડ વસુલવામાં આવ્યોપૂર્વ વિસ્તારમાં ૈં ટ્રાફિક પોલીસ મથકે સૌથી વધુ રૂ.૧૭ લાખનો દંડ વસુલ્યો છે. કે ટ્રાફિક પોલીસે ૮ લાખ ૭૩ હજાર તો જી ટ્રાફિક પોલીસે ૬ લાખ ૨૭ હજાર, જે ટ્રાફિક પોલીસે ૩ લાખ ૬૬ હજાર, એચ ટ્રાફિક પોલીસે ૯૩ હજાર ૫૦૦ રૂપિયા અને એફ ટ્રાફીક પોલીસે ૭૧ હજાર ૫૦૦ રૂપિયા દંડ વસુલ્યો છે.