દાહોદમાં નકલી કચેરીના મામલે પૂર્વ પ્રાયોજના અધિકારી બી.ડી. નીનામાની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં દાહોદ પોલીસે કુલ ત્રણ જણાની ધરપકડ કરી
(પ્રતિનિધિ) દાહોદ, છ નકલી સરકારી બોગસ ઓફિસો ઉભી કરી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો તે ઓફિસના ખાતા દ્વારા ઉચાપત કરવામાં આવી હતી તે બાબતની દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે ગુનાની તપાસના કામે અત્યાર સુધીમાં દાહોદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સંદીપ રાજપૂત જે ખોટા સરકારી અધિકારી બનેલ હતો.
અને ત્યારબાદ અંકિત સુથાર. જેને આ ખોટી ઓફિસોના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને સરકારી કચેરીઓના સંપર્કમાં રહી ખોટી રીતે કામગીરી કરતો હતો. અને ગઈકાલે બાબુભાઈ ધુળાજી નીનામા જેઓ જે તે સમયે આ જિલ્લામાં પ્રાયોજનાન વહીવટદાર ની કચેરીમાં પ્રાયોજના અધિકારી તરીકે કામ કરતા હતા. તેમની સંડોવણી અને મેળ પીપણાના સંગીન પુરાવાઓ પ્રાપ્ત થતા તેમની પણ ગઈકાલે રાતે ગાંધીનગર ખાતેના તેઓના નિવાસ્થાનેથી દાહોદ પોલીસ હેધર પકડ કરી લીધી હતી.
આ કુલ છ જેટલી નકલી કચેરીઓ તપાસમાં બહાર આવતા તેમાની પાંચ જેટલી નકલી કચેરીઓ માત્ર કાગળ પર છે. નથી તો તેની કોઈ ઓફિસ ભાડે રાખવામાં આવી કે નથી તે ઓફિસોનું કોઈ અસ્તિત્વ. ૨૦૧૮ થી ૨૩ સુધીમાં આ કચેરીઓ કાર્યરત રહી માર્ચ ૨૦૨૩ માં છેલ્લું કામકાજ હતું. આ સમયગાળામાં ૧૦૦ જેટલા કામો અને ૧૮ કરોડથી વધારે સરકારી રકમની અલગ અલગ હેડે ઉચાપત કરી હતી.
પાંચ અલગ અલગ હેડની ગ્રાન્ટ આ લોકોએ આ ગુનામાં વાપરી છે. આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે .જેમાં એક સંદીપ રાજપૂત જૅઓ પોતે ક્લાસ વન અધિકારી બનેલા ઘણી બધી મિટિંગમાં પણ રહેલા અને મિટિંગમાં પોતે ક્લાસ વન તરીકે રજીસ્ટરમાં સહી પણ કરી હતી. જે પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.
બીજાે આરોપી અંકિત સુથાર જે અવારનવાર દાહોદ આવતો દાહોદમાં સરકારી અધિકારીઓને મળતો, કોન્ટ્રાક્ટરોને મળતો અને આ બોગસ કચેરીઓને સરકારી નાણા મેળવવા માટે બેન્ક એકાઉન્ટ પણ બનાવેલા અને તે બોગસ કચેરીના બેન્ક એકાઉન્ટના કેવાયસીમાં તેની પોતાની સહી, ફોટોગ્રાફ અને ખોટીઓળખ પણ આપી હોવાના પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે. અને તે હાલમાં દાહોદ પોલીસ પાસે ૧૧ દિવસના રિમાન્ડ પર છે આ અંકિત સુથાર મૂળ અબુ બકરનો માણસ છે. અને ત્રીજા આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે.
તે બાબુભાઈ ધુળાજી નીનામા કે જેઓ ૧૯૮૫ ની બેચમાં ક્લાસ થ્રી તરીકે સિલેક્ટ થયા હતા. અને ફેબ્રુઆરી ૨૦૨૩ માં પોરબંદરમાં ડીડીઓ તરીકે હતા. અને ત્યાંથી તેઓએ વીઆરએસ લઈ નિવૃત્ત થયા હતા. જેઓના વિરુદ્ધ પૂરતા પુરાવા તથા મેળ પીપણા અને ગુનામાં સંડોવણી જણાઈ આવતા ગઈકાલે વિધિવત રીતે દાહોદ પોલીસે ગાંધીનગર ખાતેના તેઓના નિવાસ્થાનેથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યા છે.
દાહોદની પાંચ બોગસ ઓફિસોના પાંચ એકાઉન્ટો આ લોકોએ સ્ટેટબેન્કમાં ખોલાવ્યા હતા અને તે પાંચ એકાઉન્ટમાંથી એક એકાઉન્ટ જે આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયું છે. તે અંકિત તથા અન્ય એક વ્યક્તિના નામે છે અને તે અન્ય એક વ્યક્તિને હજી પકડવાનો બાકી છે. દાહોદ જિલ્લામાં આ પાંચ નકલી ઓફિસોનું કોઈ અસ્તિત્વ જ ન હતું અને સરકારી કચેરીમાં કોઈપણ કામ પત્ર વ્યવહાર વગર થાય જ નહીં તો ઓફિસ જ ન હતી તો તેઓને પત્રો કેવી રીતે મળતા હતા?
આ પત્રો કોણ પહોંચાડતું હતું ? આ બોગસ કચેરી કોના આશીર્વાદથી અને કોના સમયમાં બની હતી ? પહેલી ગ્રાન્ટ કોણે આપી ? તેના સમયમાં કેટલા કામો થયા ? તેની તપાસ પોલીસ કરી રહી છે. ૧૦૦ કામમાંથી ૮૨ કામ તો બી.ડી.નીનામાના સમયમાં જ થયા છે. જે પોલીસ માટે પુરતા પુરાવા રૂપ છે.