પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત

(માહિતી બ્યુરો, પાટણ) વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ભારત સરકારશ્રી દ્વારા જનમાનસમાં છેવાડાના માનવી સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો જાગૃતિ સંદેશાનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને વંચિતોને તુરંત લાભ મળે તેવા ઉમદા હેતુસર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પાટણ જિલ્લામાં ભ્રમણ કરીને લોકોને માહિતી સહ લાભ સ્થળ પર આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામ ખાતે ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી સ્થળ પર મળી રહી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યા હતા.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્યના કેમ્પનો લાભાર્થીઓ લાભ લીધો હતો. આ સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓએ આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ પણ નિકાલવામાં આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી જન આવાસ યોજના, આધારકાર્ડ, પોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના જેવી સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મેરી જુબાની મેરી કહાની અંતર્ગત જનકકુમાર ડાયાલાલ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ” હું સિધ્ધપુર તાલુકાના લાલપુર ગામનો રહેવાસી છું. મેં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ગોડાઉન બનાવવા માટે અરજી કરેલ હતી એની સહાયરૂપે મને ૭૫,૦૦૦ રૂપિયાનો લાભ મળ્યો હતો. આ લાભ મને પૂરેપૂરો મળી ગયેલ છે. ઉપરાંત નાબાર્ડ યોજનામાં ગોડાઉન બનાવેલ છે જે બદલ મને સબસીડી મળેલ છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.”