Western Times News

Gujarati News

સુરંગમાંથી બહાર આવેલા મજૂરોના પરિવારજનોએ ફોડ્યા ફટાકડા

નવી દિલ્હી, ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેના કારણે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આખો દેશ આ કામદારો સુરક્ષિત રીતે બહાર આવે તેની રાહ જાેઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં કામદારો બહાર આવ્યા બાદ ઘટનાસ્થળે હાજર અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

પરિવારના સભ્યોની ખુશીની કોઈ સીમા નથી. દેશના આઠ રાજ્યોમાં રહેતા આ ૪૧ કામદારો માટે ઉજવણીનો માહોલ છે. એક મજૂરના સંબંધીએ જણાવ્યું કે તે છેલ્લા બે અઠવાડિયાથી આ દિવસની રાહ જાેઈ રહ્યો હતો. આજે તેની ખુશીની કોઈ સીમા નથી. સૌથી વધુ ઉજવણીનો માહોલ ઝારખંડમાં છે, કારણ કે ઝારખંડના ૧૫ લોકો ટનલની અંદર ફસાયા હતા.

આ સાથે યુપીના ૮, ઉત્તરાખંડના ૨, હિમાચલ પ્રદેશના ૧, બિહારના ૫, પશ્ચિમ બંગાળના ૩, આસામના ૨ અને ઓડિશાના ૫ મજૂરો ફસાયેલા છે. નોંધનીય છે કે દિવાળીના દિવસે નિર્માણાધીન ટનલ અચાનક ભૂસ્ખલન બાદ ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ૪૧ મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માત બાદ આ મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેમના પરિવારના સભ્યોમાં નિરાશા અને નારાજગી વધી રહી હતી. પરંતુ હવે આ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા બાદ પરિવારના સભ્યોના ચહેરા પર ખુશી જાેવા મળી રહી છે. ઝારખંડના રહેવાસી અનિલ બેદિયાના પરિવારજનોએ તેમના બહાર આવવા પર મીઠાઈ વહેંચી છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીનો રહેવાસી મનજીત પણ સુરંગમાં ફસાઈ ગયો હતો, જે હવે સુરંગમાંથી સુરક્ષિત બહાર આવી ગયો છે.

સુરંગમાંથી બહાર આવવાના સમાચાર તેના ગામમાં પહોંચતા જ ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો. સંબંધીઓ ઉજવણી કરી રહ્યા છે. એક મજૂરના સંબંધીએ કહ્યું કે અમારા માટે આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે કે અમે જેમની માટે અઠવાડિયાથી રાહ જાેઈ રહ્યા હતા તેઓ સુરક્ષિત બહાર આવી ગયા છે. આ પહેલા સેંકડો લોકો સુરંગની અંદર ફસાયેલા તેમના પરિવારના સભ્યોની સુરક્ષા માટે પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.