અકસ્માતના બહાને ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે
અકસ્માતના બહાને શિક્ષકને વાતોમાં રાખી ગઠિયાઓએ એક્ટિવાની ડેકીમાંથી ચોરી કરી-ગઠિયાઓ શિક્ષકના ૧૪ લાખ રૂપિયા ચોરી ગયા
(એજન્સી)અમદાવાદ, આંગડિયા પેઢીમાંથી જા કોઈ વ્યક્તિ રૂપિયા લઈને નીકળે તો તેને ટાર્ગેટ કરીને અકસ્માતના બહાને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. અકસ્માતના બહાને બે ગઠિયાઆએ ૧૪ લાખ રૂપિયાની ચોરી કરીને પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ છે. દીકરાના ધંધા માટે શિક્ષકે ૧૪ લાખ રૂપિયા પોતાની બહેન પાસે આંગડિયા પેઢી મારફતે મંગાવ્યા હતા.
શહેરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઓઢવ સોનીની ચાલી પાસે બે ગઠિયાઓ નજર ચૂકવીને એÂક્ટવાની ડેકીમાંથી રૂપિયા ૧૪ લાખની ચોરી કરીને પલાયન થઈ ગયા છે. એક ગઠિયાએ એક્ટિવા લઈને ગોપીનાથ એસ્ટેટ પાસેથી પસાર થઈ રહેલા શિક્ષકને મને પગમાં વાગ્યું છે, તમે આગળ આવો કહીને વાતોમાં રાખ્યા, જ્યારે બીજા ગઠિયાએ એક્ટિવામાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લીધી હતી.
નિકોલ વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ જાેષી શિક્ષક તરીકે નોકરી કરે છે, જ્યારે તેમનો દીકરો મરી-મસાલા ટ્રેડિંગની ઓફીસ ધરાવે છે. સવારે દીકરાને રૂપિયાની જરૂર હોવાથી ભૂપેન્દ્રભાઈએ તેમની બહેન પાસે આંગડિયા પેઢી મારફતે રૂપિયા ૧૪ લાખ રુપિયા મંગાવ્યા હતા. ભૂપેન્દ્રભાઈ સાડા અગિયાર વાગ્યાની આસપાસ બાપુનગર ખાતે આવેલ વી.પી. આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૧૪ લાખ લઈને એક્ટિવાની ડેકીમાં મુકીને તેમના મિત્રના ઘરે આવ્યા હતા.
ત્યાર બાદ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ભૂપેન્દ્રભાઈ બાપુનગરથી વિરાટનગર ચાર રસ્તા થઈને ઓઢવ તરફ જઈ રહ્યા હતા તે સમયે બારેક વાગ્યાની આસપાસ સોનીની ચાલી ગોપીનાથ એસ્ટેટ સામેના રોડ પર એક બાઈકચાલક તેમની નજીક આવ્યો હતો. બાઈકલાચકે ભૂપેન્દ્રભાઈને કહ્યું હતું કે હું હોર્ન મારું છું તો તમે કેમ સાંભળતા નથી, મને પગમાં વાગ્યું છે તમે આગળ આવો.
ભૂપેન્દ્રભાઈ એક્ટિવા ઉભું રાખીને બાઈકચાલક સાથે વાતચીત કર્યા બાદ એÂક્ટવા લઈને ચિલોડા ખાતે તેમના દીકરાની ઓફિસે ગયા હતા. ભૂપેન્દ્રભાઈનો દીકરો રૂપિયા ભરવા માટે બેન્કમાં ગયો તે સમયે તેણે એક્ટિવાની ડેકીમાં મૂકેલા રૂપિયા ગાયબ હતા, જાથી તેણે તેના પિતાને જાણ કરી હતી. ભૂપેન્દ્રભાઈને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમને શંકા ગઈ હતી કે
જ્યારે બાઈકચાલકે તેમને વાતોમાં રાક્યા હતા તે સમયે બીજા કોઈ ગઠિયો કરામત કરી ડેકીમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયો. ભૂપેન્દ્રભઆઈએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી, જેથી ઓઢવ પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.