Western Times News

Gujarati News

જામનગરનો યુવા વેપારી અચાનક ઢળી પડ્યો

જામનગર, રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં જૈન વિજય ફરસાણના યુવા વેપારીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતુ.

જૈન વિજય ફરસાણ વાળા રસિકભાઈના પુત્ર સુમિત (ઉ.વ ૨૪)નું મોત થતાં પરિવારજનો અને વેપારીવર્ગમાં શોકનો માહોલ છવાયો છે. યુવા વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. જાકે મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ પી.એમ. બાદ જ સામે આવશે. ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે કે શું કોવિડ વેÂક્સન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે? તે અંગે રિસર્ચ કરાયું હતું.

ICMRએ કહ્યું કે ભારતમાં કોવિડ -૧૯ રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જાખમ વધ્યું નથી. કોવિડ-૧૯ પહેલા હોÂસ્પટલમાં દાખલ થવાથી, પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કેસો અને જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે. જાકે તેમ છતાં રાજ્યમાં રોજના સરેરાશ ત્રણથી ચાર મોત થતાં આ રિસર્ચ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ઠંડીના કારણે અનેક રોગોનું જાખમ વધી જાય છે.

આ ઋતુમાં કોલેસ્ટ્રોલ સખત થઈ જાય છે અને નસોમાં જમા થાય છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. આવી Âસ્થતિમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓએ શિયાળામાં વધુ સાવધ રહેવાની જરૂર છે. આવા દર્દીઓ આ સિઝનમાં ૭ બાબતોનું ધ્યાન રાખીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે.

જા તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જાખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.

ધૂમ્રપાન, આલ્કોહોલ, તમાકુનું સેવન સ્ટ્રોકનું જાખમ અનેકગણું વધારી શકે છે. આવી Âસ્થતિમાં આલ્કોહોલ, સિગારેટ કે કોઈપણ નશીલા પદાર્થનું સેવન ટાળો. એટલું જ નહીં, ઝડપી એનર્જી ડ્રિંક્સ અથવા સોડાથી પણ બચો. દિવસમાં માત્ર ૩૦ મિનિટ જ વર્કઆઉટ કરો. કોઈપણ પ્રકારની હાર્ડકોર કસરત ટાળો. મો‹નગ વોક અથવા સીડી ચડવા જેવી કસરતો સારી સાબિત થઈ શકે છે.

સાયકલિંગ, જાગિંગ જેવી એરોબિક કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું ન થવા દો. નહિંતર, તેઓ નસોમાં એકઠા થઈ શકે છે અને રક્ત પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંÂત્રત કરવા માટે, તમે સવારે ખાલી પેટ કાચા લસણ અને મેથી ખાવાનું શરૂ કરી શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.