અમદાવાદના કાલુપુરમાં સૌથી મોટુ અનાજનુ માર્કેટ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં વિવિધ માર્કેટ આવેલા છે. અમદાવાદમાં સૂકા મેવાનું માર્કેટ, કપડાનું માર્કેટ, ફૂલ માર્કેટ, મોબાઇલ ફોન માર્કેટ, દવાનું માર્કેટ આવેલા છે. અહીં છુટક અને જથ્થાબંધ વસ્તુઓ મળતી હોય છે. તેમજ સસ્તી વસ્તુઓ મળતી હોય છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અનાજનુ સૌથી મોટું માર્કેટ આવેલું છે. અહીં દરેક પ્રકારનાં અનાજ મળે છે.
તેમજ અન્ય બજાર કરતા સસ્તા ભાવે અનાજ મળે છે. અમદાવાદના કાલુપુર વિસ્તારની બાજુમાં જ અનાજ માર્કેટ આવેલું છે. આ માર્કેટ લગભગ ૪૦ થી ૫૦ વર્ષ જૂનું માર્કેટ છે. આ માર્કેટમાં જથ્થાબંધ અને છૂટક અનાજ મળે છે તમામ વેપારીઓ અહીંથી અનાજની ખરીદી કરે છે. મોટા પ્રમાણમાં અહીં અનાજ આવે છે અને વેચાય છે.
અમદાવાદ ઉપરાંત આસપાસના વેપારીઓ પણ ખરીદી કરવા માટે આવે છે. અહીં સસ્તા ભાવ અનાજ મળે છે. દરેક અનાજ પ્રમાણે તેના ભાવ હોય છે. અહીં અન્ય બજાર કરતા સસ્તુ અનાજ મળે છે. જેના કારણે ગુહિણીઓ વર્ષભરનું અનાજ એક સાથે ખરીદી કરે છે. અહીં સસ્તુ અનાજ મળતું હોવાના કારણે દુર દુર થી લોકો ખરીદી કરવા માટે આવે છે.
આનાજ માર્કેટમાં ચણા, મકાઈ, ઘઉં સહિતના અનાજ મળે છે. તેમજ અહીં તમામ પ્રકારના કઠોળ પણ મળે છે. અનાજ માર્કેટમાં સાંજના સમયે વધુ ભીડ હોય છે. છૂટક વેપારીઅ અહીંથી જથ્થાબંધમાં અનાજ ખરીદી કરી જાય છે.SS1MS