અભિનેત્રી ઈશા શરવાની ક્રિકેટરનાં પ્રેમમાં થઈ બરબાદ

મુંબઈ, આજે અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ. તે એક સમયની બોલીવુડ અભિનેત્રી છે જેણે હિન્દીની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. આ ૩૯ વર્ષની અભિનેત્રી ફાસ્ટ બોલરના પ્રેમમાં હતી. તેઓ ૮ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી અધૂરી રહી ગઈ હતી. આ અભિનેત્રી છે ઈશા શરવાની.
ઈશા શરવાની પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહી. આ અભિનેત્રીને બોલિવૂડમાં ખૂબ જ સારી શરૂઆત મળી, પરંતુ તેની કારકિર્દીમાં તેને અપેક્ષા હતી એવી સફળતા મળી નહીં. તેણે પોતાનું દિલ ક્રિકેટર ઝહીર ખાનને આપી દીધું. જાકે, બંનેમાંથી કોઈએ સ્વીકાર્યું ન હતું કે તેઓ રિલેશનશિપમાં છે. બંને ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં એકબીજા સાથે જાવા મળતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમના એક ઈવેન્ટમાં મળ્યા હતા, જ્યાં ઈશાએ પોતાનું ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ૮ વર્ષ સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, બંને લગ્ન કરવાના હતા, પરંતુ વર્ષ ૨૦૧૨માં બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ પછી ઝહીર ખાનને તેનો પ્રેમ ‘ચક દે ગર્લ સાગરિકા ઘાટગેમાં જાવા મળ્યો.
જ્યારે, ઈશા શરવાની સિંગલ મધર છે અને તેના પુત્ર લુકા સાથે ખુશ છે. ઈશા શરવાની પરણિત છે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ૨૦૧૨માં ઈશા શરવાનીએ એક ઈન્ટરવ્યુમાં તેના અને ઝહીર ખાનના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી હતી. જાકે, બ્રેકઅપનું કારણ શું હતું? બંનેમાંથી કોઈએ ક્યારેય આ વાતનો ખુલાસો કર્યો નથી, પરંતુ ઈશાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે હજુ પણ ઝહીરને પોતાનો સારો મિત્ર માને છે.
ઈશા શરવાની સાથે બ્રેકઅપ બાદ ઝહીર ખાન સાગરિકા ઘાટગેને મિત્રની પાર્ટીમાં મળ્યો હતો. બંને એકબીજાને પસંદ કરતા હતા, પછી મિત્રતા થઈ જે પ્રેમમાં બદલાઈ ગઈ. ૨૦૧૬માં યુવરાજ સિંહના લગ્નમાં ઝહીર અને સાગરિકા પહેલીવાર સાથે જાવા મળ્યા હતા. ત્યાર પછી તેમના અફેરના સમાચારો આવવા લાગ્યા. ઈશાએ ૧૩ વર્ષની ઉંમરે ડાÂન્સંગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.
ઈશાએ કલારીપાયટ્ટુ, કથક, છાઉ નૃત્યના વિવિધ પ્રકારોમાં નિપુણતા હાંસલ કરી છે. ઈશાએ મલ્કમ ડાન્સની ટ્રેનિંગ પણ લીધી છે. ઈશાના પિતા દેવ ઈસારો ઓસ્ટ્રેલિયન ખ્રિસ્તી પરિવારમાં ઉછર્યા હતા અને બાદમાં થાઈલેન્ડમાં બૌદ્ધ સાધુ બન્યા હતા. આ પછી તેઓ હિન્દુસ્તાની શા†ીય સંગીત ધ્રુપદ શીખવા માટે ભારત આવ્યા, અહીં આવ્યા પછી તેઓ ગુજરાતમાં રહેતા ગાયક દક્ષા શેઠને મળ્યા. ઈશા હાલમાં તેના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહે છે. વર્ષ ૨૦૧૨માં ઈશા ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૫’માં જાવા મળી હતી.
જ્યાં ટોપ ૩માં હોવા છતાં તેને પગની ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું. ઈશાએ ‘દરવાજા બંદ રખો’, ‘યુ મી ઔર હમ’, ‘લક બાય ચાન્સ’, ‘કરીબ કરીબ સિંગલ’ જેવી કેટલીક પસંદગીની ફિલ્મો કરી. આ સિવાય તેણે કેટલીક તમિલ અને મલયાલમ ફિલ્મો પણ કરી હતી.SS1MS