છૂટાછેડાના કેસમાં યુવતીના પિતાએ કોર્ટમાં જ જમાઈ અને તેના કાકા પર હુમલો કર્યાે
૧પ દિવસના લગ્ન બાદ યુવતીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
(એજન્સી)અમદાવાદ, શહેરની સેશન્સ કોર્ટના બિલ્ડિંગમાં આવેલી ફેમિલી કોર્ટની લોબીમાં ગઈ કાલે માર માર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. છૂટાછેડાના કેસમાં યુવક અને યુવતી સમાધાન માટે બેઠાં હતા. ત્યારે યુવતીના પિતા દોડીને આવ્યા હતા અને યુવક પર હુમલો કરી દીધો હતો. યુવકને બચાવવા માટે તેના કાકા વચ્ચે પડતા યુવતીના પિતાએ તેમના ઉપર પણ હુમલો કરી આંગળીમાં ફ્રેકચર કરી દીધું હતું.
જૂનાગઢ વિસ્તારના ભંડૂરી ગામમાં રહેતા વૃદ્ધ વેજાભાઈ જાદવે કારંજ પોલીસ સ્ટેશનમાં જયંતી ગોહિલ (રહે. માંગરોળ, જિલ્લો ઃ જૂનાગઢ) વિરૂદ્ધ માર માર્યાની ફરિયાદ કરી છે.
વેજાભાઈના નાના ભાઈ કાનજીભાઈના દીકરા સાગરના લગ્ન માંગરોળ ખાતે રહેતી રોશની સાથે વર્ષ ર૦રરમાં થયા હતા. લગ્નના પંદર દિવસમાં જ રોશનીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. કાનજીભાઈ અને તેમનો પરિવાર વેજલપુર વિસ્તારમાં આવેલી શિવદર્શન સોસાયટીમાં રહે છે. સાગર વિરૂદ્ધ રોશનીએ ફરિયાદ કર્યા બાદ સાગરે પણ ભદ્ર વિસ્તારમાં આવેલી ફેમિલીકોર્ટમાં ફરિયાદ કરી હતી.
ગઈકાલે ફેમિલી કોર્ટમાં મુદ્દત હોવાથી વેજાભાઈ, કાનજીભાઈ તેમજ સાગર સહિતના સંબંધીઓ સેશન્સ કોર્ટના છઠ્ઠા ફ્લોર પર બેઠા હતા. તે સમયે રોશની અને તેના પિતા જયંતી ગોહિલ પણ છઠ્ઠા ફ્લોર પર બેઠા હતા. બંને પક્ષના વકીલો બેસીને સમાધાનની વાતચીત કરી રહ્યા હતા અને સાગર તેમજ રોશનીને બોલાવ્યા હતા. બંને બેસીને વાતચીત કરી રહ્યા હતા અને સાગર તેમજ રોશનીને બોલાવ્યાં હતા. બંને બેસીને વાતચીત કરી રહ્યા હતા ત્યારે રોશનીના પિતા જયંતી ગોહિલ દોડીને આવ્યા હતા અને સાગરને ગાળો બોલીને ફેંટો મારવાનું શરૂ કરી દીધું હતું.
વેજાભાઈ સાગરને બચાવવા માટે દોડ્યા ત્યાર જયંતીએ તેમના પર પણ હુમલો કર્યા હતો. કોર્ટમાં મારામારી થતાંની સાથે જ લોકો દોડી આવ્યા હતા અને જયંતી ગોહિલને ઝડપી પાડ્યા હતા. ઈજાગ્રસ્ત વેજાભાઈને સારવાર માટે હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની આંગળીમાં ફ્રેક્ચર આવ્યું હતું. ઘટનાની જાણ કારંજ પોલીસને ગતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જયંતી ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી.