75 દેશોમાં ભારતીયોને વિઝા-ફી એન્ટ્રીની સુવિધા છે
વિઝા ફ્રી એટલે જે -તે દેશમાં પ્રવેશનો પીળો પરવાનો નહી !-પાસપોર્ટ-રીટર્ન ટીકીટ-હોટલ બુકીગ, નાણાકીય સદ્ધરતા દર્શાવતા બેક સ્ટેટમેન અને અનેક કેસમાં ક્રિમીનલ રેકોર્ડ પણ દર્શાવવો પડે છે
(એજન્સી)નવીદિલ્હી, વિશ્વના સહેલાણી સ્થળો તરીકે જાણીતા અનેક નાના દેશો હવે ભારતીયો માટે વિસા ફ્રી એન્ટ્રી જાહેરાત કરીને તેમના ટુરીઝમને વેગ આપવા પ્રયાસ કરે છે. અને ભારતીયો પણ હવે નવા ડેસ્ટીનેશન પર જવા આતુર છે. તથા આ નાના દેશોમાં મર્યાદીત બજેટ સાથે વિદેશમાં સહેલગાહની મોજ માણી શકાય છે.
તેઓએ વિસા ફ્રી એન્ટ્રીઓને જ તે દેશમાં પ્રવેશનો પીળો પરવાનો નથી પરંતુ અનેક દસ્તાવેજા તથા અન્ય ઔપચારીકતાની જરૂર રહેશે. જા આ જરૂરીયાતો પુરી નહી થાય તો ઈમીગ્રેશન કાઉન્ટર પર જ તેઓએ અટકાવી દેવાશે અને વિમાનમાં બોડીગની મંજુરી મળશે નહી. હાલમાં જે દેશો ભારતીયો માટે વિસા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. તે સાથે ૭પ દેશો એવા છે. જેમાં ભારતીયોને આ સુવિધા ઉપલબ્ધ છે.
અને દેશો વિસા ઓઅન એઅરાઈવલ એટલે કે તમો જે તે દેશ પહોચીને પણ એરપોર્ટ પર જ વિઝા મેળવી શકે છે. છતાં પણ તે કોઈ ગેરેન્ટી નથી. અનેક ઔપચારીકતા જરૂરી છે. જે પુરી કરવી પડશે. સૌ પ્રથમ તો પાસપોર્ટ અને રીટર્ન ટીકીટ બંને જરૂરી છે. તેઓને કોઈ દેશમાં ૩૦ દિવસના એન્ટ્રી વિસા મળે તો તે દિવસ પછીની રીટર્ન ટીકીટ પણ અગાઉથી ખરીદી લેવી પડશે અને તે પ્રવાસના પ્રારંભથી જ સાથે રાખી દર્શાવવી પડશે
જેથી તેઓ વિસા સમયગાળા દરમ્યાન દેશ છોડીને પરત જશે તે નિશ્ચિત થઈ શકશે. ઉપરાંત તમો એ દેશમાં જયાં સહેલાણી તરીકે ફરવા માંગતા હો તો હોટેલ બુકીગ અથવા કોઈ સંબંધીને ત્યાં રોકાવા માંગતા હો તો તેના સંમતીપત્ર પણ હોવો જરૂરી છે. ઉપરાંત જે તે સંબંધીના સ્ટેટસ તે મુળ આ દેશના વતની છે. કે કોઈ વિસા પર અહી રહે છે. તે દર્શાવવું પડશે.
ઉપરાંત અનેક દેશો તમારા બેક એકાઉન્ટની માહિતી માગે છે. તેઓ જે તે દેશમાં ખર્ચ કરવા માટે લઘુત્તમ નાણા સાથે જ આવ્યા છો કે તે નિશ્ચિત થાય છે. અને તેઓ જે પાસપોર્ટ લઈને જાય ત્યાં ઈમીગ્રેશન સ્ટેમ્પીગ થાય તે પણ નિશ્ચિત કરશે. અને છેલ્લે અનેક દેશો િંક્રમીનલ રેકોર્ડ પણ જુએ છે. કોઈ ક્રિમીનલ ભારતમાં વોન્ટેડ કે પછી કોઈ તેવી સુચીનો અપરાધી હોય કે તો તે જે દેશમાં આ પ્રકારરના વિસાથી પહોચીને પછી ‘ગુમ’ ન થઈ જાય તે માટે આ એક સાવધાની લેવાય છે.