Western Times News

Gujarati News

2028માં COPના આયોજન માટે ભારત તૈયારઃ નરેન્દ્ર મોદી

ક્લાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગ જરૂરીઃ મોદી-એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાયઃ વડાપ્રધાન

દુબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ સીઓપી ૨૮ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આ સમીટ દરમિયાન પીએમમોદીએ ૨૦૨૮માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવનાર દેશ રહ્યો છે. આ સિવાય દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે.

દુબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ સીપીઓ ૨૮ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને સાથે એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાય.

દુબઈની એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા સમયે પીએમમોદીએ એમ પણ કહ્યું કે, ભારત એક માત્ર દેશ છે જેણે નેશનલ ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશનમાટે તેમણે નિર્ધારિત કરેલા લક્ષ્યને પૂર્ણ કર્યું છે. પીએમમોદીએ આગળ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા છે અને તેના વિરુદ્ધ લડવા માટે આખી દુનિયાને એક થઈને કામ કરવું પડશે.

ઉપરાંત આ પરિસ્થિતિ સામે લડવા આ પણ મહત્વનું છે કે, વિકાસશીલ દેશોને સમસ્યા સર્જતા દેશો તરીકે ન આંકવા. વિકાસશીલ દેશો પણ આ સમસ્યાના ઉકેલ માટે જરૂરી યોગદાન આપી રહ્યા છે, પરંતુ તેમને નાણાકીય અને તકનીકી મદદ આપ્યા વિના આ બનશે નહિ. આ કારણે જ મેં હંમેશા હિમાયત કરી છે કે, કલાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે નાણાકીય અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે વૈશ્વિક સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સીપીઓ૨૭ કોન્ફરન્સ દરમિયાન, મેં કલાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પંચામૃત નામની ભારતની પાંચ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ આપી હતી.

જેમાં ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા સુધી પહોંચવું, ૨૦૩૦ સુધીમાં નવીનીકરણીય ઉર્જામાંથી ભારતની ૫૦ ટકા ઊર્જા જરૂરિયાતો હાંસલ કરવી, ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને એક અબજ ટન સુધી મર્યાદિત કરવું, ૨૦૩૦ સુધીમાં ૪૫% દ્વારા કાર્બન આધારિત અર્થવ્યવસ્થા વિકસાવવી અને વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડશે જેવી પ્રતિબદ્ધતાઓ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.