ઈઝરાયેલને સાત ઓક્ટોબરના હુમલાની પહેલાથી જ જાણ હતી
(એજન્સી)જેરૂસલેમ, યુદ્ધ ફરી શરૂ થવાની વચ્ચે એક મોટો ખુલાસો એ થયો છે કે ઈઝરાયલને ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા થનારા હુમલા વિશે પહેલાથી જ ઈનપુટ મળી ગયા હતા. હવે સવાલ એ છે કે જા ઈઝરાયલને ખબર હતી કે હુમલો થશે તો તેણે કોઈ કાર્યવાહી કેમ ન કરી? Israel was already aware of the October 7 attack
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર યહૂદી દેશનું એવું માનવું હતું કે હમાસમાં એટલી ક્ષમતા જ નથી કે તે આ પ્રકારનો હુમલો કરી શકે. હમાસના હુમલાના આશરે એક વર્ષ પહેલાં જ આ મામલે ઈઝરાયલી અધિકારીઓને જાણકારી મળી ગઈ હતી. તેમની સાથે ડોક્યુમેન્ટ પણ શેર કરાયા હતા પણ ઈઝરાયલી સૈન્ય અને એજન્સીઓને એવો અંદાજ જ નહોતો કે ખરેખર હમાસ આવા ભીષણ હુમલાને અંજામ આપી શકે છે.
ઈઝરાયલી સૈન્યને જે દસ્તાવેજ મળ્યા હતા તેમાં હુમલાની તારીખનો ઉલ્લેખ નહોતો પણ એવું જરૂર જણાવાયું હતું કે હમાસ સરહદ પાર કરીને હુમલા કરી શકે છે.