Western Times News

Gujarati News

અરજદારને ક્લેઈમની રકમ ચૂકવવામાં ધક્કા ખવડાવતી વીમા કંપનીને 5.27 લાખ ચૂકવવા આદેશ

મણિપાલ સિગ્ના હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી ૨૦૧૭થી હેલ્થ પોલીસી લીધી હતી.

અરજદારને વ્યાજ સાથે રૂ.૫.૨૭ લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ -મહેસાણા જિલ્લા ગ્રાહક કોર્ટે આદેશ કર્યા

મહેસાણા, અરજદારને વીમાના ક્લેઈમની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને રૂ.૫.૨૭ લાખ વ્યાજ સાથે અરજદારને ચૂકવવા મહેસાણા જિલ્લા ગ્રાહક કોર્ટે આદેશ કર્યાે હતો. મહેસાણાના રાધનપુર રોડ પર સુમુખ રેસીડેન્સીમાં રહેતા પટેલ ગણેશભાઈ કેશવલાલે મણિપાલ સિગ્ના હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી ૨૦૧૭થી હેલ્થ પોલીસી લીધી હતી. Order to pay 5.27 lakhs to the insurance company for pushing the petitioner to pay the claim amount

પોલીસી ચાલુ હતી તે દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૨માં ગણેશભાઈનાં પત્નીને બંને પગના ઘુંટણમાં દુઃખાવો થતાં મહેસાણાના ખાનગી ઓર્થાેપેડિક તબીબને બતાવ્યું હતું. તેમણે બંને ઘુંટણનું ઓપરેશન કરવાની સલાહ આપતાં તા.૪-૩-૨૦૨૨ના રોજ હોÂસ્પટલમાં દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. તા.૭-૩-૨૦૨૨ના રોજ તેમને હોÂસ્પટલમાંથી રજા અપાઈ હતી.

આ સારવાર પાછળ ગણેશભાઈને રૂ.૫,૨૭,૭૧૦નો ખર્ચ થયો હતો. જેથી તેમણે જરૂરી કાગળો સાથે વીમા કંપનીમાં ક્લેઈમ કર્યાે હતો. જા કે, દર્દીને ૧૫ વર્ષથી હાઈપરટેન્શનની બિમારી હોવા છતાં પોલીસી લેતી વખતે હકીકત છૂપાવી હોવાનું જણાવી વીમા કંપનીએ ક્લેઈમ નામંજૂર કર્યાે હતો.

જેથી ગણેશભાઈએ મહેસાણાના જાગૃત નાગરિક ટ્રસ્ટ- ગ્રાહક સુરક્ષા મંડળ મારફત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વીમા કંપની સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં શીતલ કે. પટેલની દલીલો અને પુરાવા ધ્યાને લઈ ગ્રાહક કોર્ટના પ્રમુખ એમ.એચ. ચૌધરી તથા બે સભ્યોના કોરમે ચુકાદો આપ્યો હતો.

જેમાં સારવારના ખર્ચની રકમ રૂ.૫,૨૭,૭૧૦ ફરિયાદ દાખલ કર્યા તારીખથી ૮% વ્યાજ સાથે ૩૦ દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે હતો. ઉપરાંત માનસિક યાતનાનો ખર્ચ રૂ.૭૦૦૦ તથા ફરિયાદ ખર્ચ રૂ.૨૦૦૦ પણ ચૂકવવા આદેશ કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.