Western Times News

Gujarati News

ગાંધીનગર સબરજિસ્ટ્રાર ક્ચેરીમાંથી બોગસ ખેડૂતો-દલાલો સહિત 11 ભૂમાફિયા ઝડપાયા

ખોરજની ૫૧૦૦ ચો.મી જમીનમાં કરેલા ખોટા દસ્તાવેજમાં ફરીવાર સહીઓ કરવા ગયા ત્યારે કૌભાંડ ખુલ્યુ

ગાંધીનગર, ગાંધીનગર સબ રજીસ્ટ્રાર ક્ચેરીમાંથી બોગસ ખેડૂતો અને દલાલો સહિત ૧૧ ભૂમાફિયા ઝડપાઈ ગયા હતા. ગાંધીનગર તાલુકાના ખોરજ ગામની ૫૧૦૦ ચો.મી જમીનનાં કરેલા ખોટા દસ્તાવેજમાં ફરીવાર સહીઓ કરવા ગયા ત્યારે કૌભાંડ સામે આવ્યું હતું અને કૌભાંડીઓ સકંજામાં સપડાયા હતા. આ ભૂમાફિયાઓને એલસીબીએ ઝડપી પાડી કુલ ૧૨ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જીતેન્દ્ર મકવાણા (રહે.અંબિકાનગર સોસા, ખોરજ)એ ફરિયાદ નોંધાવી છે. તે મુજબ ખોરજ ગામની સીમમાં ખાતા નં.-૨૧૩૮ બ્લોક સર્વે નં.૩૯૦/૧ વાળી જમીન તેમની સંયુક્ત માલિકીની છે. તેમાં ટાઉન પ્લાનીંગ આવતા ખેતીની જમીનનાં (પોત ખરાબાની ૨૦૨ ચો.મી જમીન સહિતની)(બીનખેતી પ્રીમિયમ પાત્ર) નગરરચના યોજના નં..૩૦૩ (ખોરજ)ના ફાઇનલ પ્લોટ નં.૭૧/૧ની ૫૧૪૫ ચો.મી. તેઓને ફાળવવામાં આવી છે. તેમાં તેઓ ખેતી કરે છે.

આ જમીન વેચાણ કરવાની જાણ જમીન દલાલોને હોવાથી મુકેશભાઈ પટેલ (રહે.આનંદપુરા, તા-બાયડ) જમીન વેચાણ લેવા ઈચ્છા દર્શાવી હતી. જેથી શરતોને આધીન જમીનનું ટાઈટલ હોવાનું નક્કી કરી તા.૧૮/૧૦/૨૦૨૩ના રોજ વર્તમાન પત્રોમાં જાહેર નોટિસ આપી હતી.

દરમિયાન આ બાબતે સંદીપ પટેલનાં વકીલને જીતેન્દ્રએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ૨૮મી નવેમ્બરે પોતાના અસીલની તરફેણમાં રજીસ્ટર બાનાખત કરાયુ છે અને બાનાખત કરવા આવેલા જમીન માલિકોના આઈડી. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલો બતાવતા જાણ થઇ હતી કે જીતેન્દ્રનાં નામે કોઈ બીજા લોકોએ ખોટા પુરાવા ઉભા કરી જમીન વેચાણ કરવા બાનાખત કર્યું છે.

જા કે આ બાનાખતમાં એક હિસ્સેદારની સહી બાકી અને સપ્લીમેન્ટરી કરાર નોટરાઈઝ કરવાનો હોવાથી તમામ બોગસ ખેડૂતો અને દલાલો સબ રજીસ્ટ્રાર ક્ચેરીમાં આવવા હોવાથી તમામ બોગસ ખેડૂતો અને દલાલો સબ રજીસ્ટાર ક્ચેરીમાં આવવાના હોવાની સંદીપ પટેલે જાણ કરતા પોલીસે વોચ ગોઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.