કથાઓ જીવને જગાડવાનું કામ કરે છે, જીવનનો સાચો રાહ બતાવે છે
વરથુમાં ભાવિકોએ ભાગવત કથાના ચોથા દિવસે પણ લ્હાવો લીધો
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના વરથુ ગામે શુક્રવારે ચોથા દિવસે પણધ પૂ. પરમેશ્વર દીદીના મુખે રજૂ થઈ રહેલી ભાગવત કથાનો ભાવિક ભાઈ-બહેનોએ લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. શ્રોતાઓને કથા રસપાન કરાવતા કથાકાર પૂ.પરમેશ્વર દીદીએ જણાવ્યું કે કથાઓ જીવને જગાડવાનું કામ કરે છે.
જીવનનો સાચો રાહ બતાવે છે. કથા રસપાન કરાવતાં પૂ .દીદીએ ધ્રુવના પ્રસંગને વર્ણવતા કહ્યું કે ભગવાન કઈ સસ્તા નથી અને રસ્તામાં મળતા નથી. ધ્રુવે કઠણ તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા છે.
ગુરૂના આદેશ પ્રમાણે વર્તે એ સુનીતિ. ઓરમાન માતા સુરુચિએ નાના બાળક ધ્રુવને પિતાની ગોદમાં બેસતો અટકાવ્યો અને પિતાની ગોદમાં બેસવું હોય તો વનમાં જઈને તપ કરી ભગવાંન શ્રીહરિને પ્રસન્ન કરી આવ અને પછી ગોદમાં બેસવા મળશે એમ કહેતા કુમળું બાળક રુદન કરતુ પોતાની માતા સુનિતિ પાસે ગયું અને આ વાત કહી સંભળાવીને માતા સુનિતિએ પાંચ વર્ષના પોતાના દીકરા ધ્રુવને એમ ના કહ્યું કે આટલી કુમળી વયે કઈ વનમાં જવાય ?
એમ કહેવાને બદલે આ પડકાર ઝીલી લેવા દિક્રણેક પ્રોત્સાહિત કરી વનમાં મોકલી દીધો..! ધ્રુવે કઠણ તપ કર્યું મહિનાઓ વીત્યા ૐ નમો ભગવતે વાસુદેવાયના જપ તપ કર્યા ..અને અંતે ખુદ ભગવાન પ્રગટ થયા અને ધ્રુવ ધન્ય થઈ ગયો. જીવનમાં આવતી ઠોકરો કઈને કઈ સમજાવવા આવે છે, કથાઓ જીવને જગાડવાનું કામ કરે છે. અને જીવનનો સાચો રાહ બતાવે છે.આપણામાં રહેલા દુષિત વિચારો.કુટેવો અને આદતો પણ જો કથાનાં પ્રસંગની ચોટ લાગી જાય તો જીવ જાગી જાય.!!!
ભાગવત કથા સંસાર સાથે જોડાયેલી છે. ભગવાનમાં મન નહીં લાગે ત્યાં સુધી ઉદ્ધાર નથી. ભલે સંસારમાં રહો પણ મમતા ભગવાન સાથે રાખો અને ગુરુ સાથે રાખો..તો બંધન છૂટશે. જે મનુષ્ય મદુરાપાન કરે એને યમલોકમાં જીવાત્માને ધાતુનું શિશુ પીવડાવાય.જે નિર્દોષ જીવોની હિસા કરે એને તવામાં તલવામાં આવે.. પરસ્ત્રી સંગ કરનારને પણ અસહ્ય નર્કમાં પડવું પડે ને પડે જ.!! પરતું જીવન પર્યંત ઈશ્વર ભજન કરતો જીવ અંતે ભગવાનનું સ્મરણ કરતો દેહ છોડે તો એને પરમાત્માને પામે..-!!