“સહકાર રમતોત્સવ ૨૦૨૩-૨૪”નો પ્રારંભ કરાવતા GSC બેંકના ચેરમેન
અમદાવાદ, રાજયભરમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક – જીએસસી બેંક, અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક – એડીસી બેંક તથા ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશન- યુબીએફ દ્વારા દર વર્ષેની જેમ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ -સહકાર રમતોત્સવ ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેનો પ્રારંભ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનશ્રી અજયભાઇ પટેલે કરાવ્યો હતો. આ એક મહિનો ચાલનારા રમતોત્સવમાં કબડ્ડી, ચેસ, કેરમ, ક્રિકેટ તથા ટેબલ ટેનિસ રમતોની સ્પર્ધા યોજાશે, જેમાં આ વખતે બેડમિગ્ટનનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતની શહેરી તથા જિલ્લા સહકારી બેંકોના કર્મચારી પ્રતિનીધીઓ આ સહકાર રમતોત્સવમાં જાડાય છે,
જેને પગલે આ ‘સહકાર રમતોત્સવ’ એ એક મોટો રમતોત્સવ બની ગયો છે. જેમાં રાજયભરની તમામ બેંકોના સ્ટાફ મેમ્બર્સ વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે. ડિસેમ્બરની ત્રીજી તારીખથી આ સહકાર રમતોત્સવ ખુલ્લો મુકાયો છે. જે એક મહિના જેટલો સમય ચાલશે.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક-જીએસસી બેંકના ચેરમેનશ્રી અજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, સહકાર રમતોત્સવ થકી કો-ઓપરેટીવ થી કો-ઓપરેટીવ બેંકો પણ એકબીજાની નજીક આવે એકબીજા સાથે જાડાઇ માર્ગદર્શન લે અને હવે પાંચમાં રમતોત્સવમાં ૨૧૪ માંથી ૪૭ બેંકો ભાગ લઈ રહી છે.
જે પ્રકારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું માનવું છે કે, સાંસ્કૃતિક કાર્ય કે રમતોત્સવ થકી આખું વાતાવરણ સ્ટ્રેસ લેસ અને એકબીજાની સાથે જાડતું બને છે, તેમ અહીં રમતમાં કઇ ટીમ રમી રહી છે કે હારવા, જીતવા કરતાં આપણે રમતમાં ભાગ લીધો, રમ્યા તેનું મહત્વ છે તેવા સ્પીરીટથી આપણે રમીએ અને વધુને વધુ સારૂ પરર્ફોમન્સ આપતા રહીએ.