Western Times News

Gujarati News

પાલનપુર માહિતી કચેરીના રેસુંગ ચૌહાણને આસી. ડાયરેક્ટર તરીકે પ્રમોશન મળતા શુભેચ્છા સમારોહ યોજાયો

પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સિનિયર સબ એડીટર તથા માહિતી અને પ્રદર્શન કેન્દ્ર અંબાજીના ઇન્ચાર્જ વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતાં રેસુંગ ચૌહાણને આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અમદાવાદ ખાતે પ્રમોશન મળતાં પાલનપુર ખાતે આવેલ હોટલ અલાઈવ પાર્ટી પ્લોટમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી, Resung Chauhan of Palanpur Information Office. A felicitation ceremony was held on getting promoted as a Asst. director

પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળી, માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ હિમાંશુ ઉપાધ્યાય, જયેશ દવે અને અમિત ગઢવી સહિત જિલ્લાના પત્રકારઓની ઉપÂસ્થતિમાં શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મીડિયાના પત્રકારઓએ તેમનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. મીડિયાના મિત્રો, માહિતી પરિવાર અને તેમના મિત્રોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા નિર્મિત રેશુંગભાઈ ચૌહાણની તેર વર્ષની ફરજ અને કર્તવ્યને બિરદાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ પણ પ્રદર્શિત કરાઈ હતી.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીએ રેસુંગ ચૌહાણને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી તેમણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા તેર વર્ષ દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી હતી.

તેમણે કહ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં ચૌહાણએ મીડિયાના માધ્યમ થકી ખુબ અસરકારક કામગીરી કરી હોવાનું જણાવી તેમના મિલનસાર સરળ સ્વભાવની પ્રશંસા કરી
હતી.

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળીએ રેસુંગ ચૌહાણને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૭ માં આવેલા ભયાનક પૂર સમયે તથા કોરોનાકાળમાં પણ ચૌહાણે જિલ્લા વહીવટી તંત્ર અને મિડીયા સાથે સારું સંકલન કેળવી ખુબ ઉમદા કામગીરી કરી છે એમના સાથ અને સહકાર થકી લોકો સુધી પહોંચવામાં અમને પણ સરળતા રહી છે.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ સ્વાગત પ્રવચનમાં રેસુંગ ચૌહાણની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી હતી. ચૌહાણે સરકારી સેવા દરમ્યાન સાથી કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન કેળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક દિવ્યેશ વ્યાસ, હરીશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ પંડ્યા સહિત મહેસાણા, સાબરકાંઠા અને પાલનપુર માહિતી કચેરીનો સ્ટાફ તેમજ રેસુંગભાઈ ચૌહાણના પરિવારજનો અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા જગત સાથે સંકળાયેલા તંત્રીઓ અને પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માહિતી કચેરીના ફેલો મુકેશભાઈ માળીએ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.