Western Times News

Gujarati News

મિચૌંગનો ખતરો વઘતા ખાનગી કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે

નવી દિલ્હી, દેશમાં અત્યારે વધુ એક મોટી આફત આવી છે. અત્યારે દક્ષિણના રાજ્યોમાં નવા વાવાઝોડા ‘મિચૌંગ’નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડું આજે એટલે કે સોમવારે (૪ ડિસેમ્બર) તમિલનાડુના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સાથે આ ચક્રવાતી વાવાઝોડું પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરી શકે છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં લીધા છે.

આ જ કારણ છે કે પોંડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે તામિલનાડુ અને પોંડુચેરીમાં વરસાદ, પવન અને વીજળી પડવાની ચેતવણી આપી છે.

સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તેઓ વાવાઝોડા ‘મિચોંગ’ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે.

ચક્રવાતને જાેતા દક્ષિણ મધ્ય રેલવેએ ૧૪૪ ટ્રેનો રદ કરી છે. પીએમ મોદીએ તમિલનાડુ, પોંડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જાેડાવા અને સ્થાનિક પ્રશાસનને મદદ કરવા વિનંતી કરી. બીજેપી હેડક્વાર્ટર ખાતે ચૂંટણી જીત પરના તેમના સંબોધન દરમિયાન પીએમએ કહ્યું, વાવાઝોડા ‘મિચૌંગ’ પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને મદદ કરી રહી છે. મ્યાનમારે આ નામ સાયક્લૉનિક સ્ટૉર્મ મિચાઉંગને આપ્યું છે, જેનો અંગ્રેજીમાં ઉચ્ચાર મિગજાેમ થાય છે.

આ શબ્દનો અર્થ લવચીકતા અને શક્તિ દર્શાવે છે. ૈંસ્ડ્ઢ અનુસાર, બંગાળની ખાડી પર બનેલું લૉ પ્રેશર એરિયા રવિવારે ચક્રવાતી તોફાન ‘મિચૌંગ’માં પરિવર્તિત થયું. તે ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સમાંતર આગળ વધશે અને ૫ ડિસેમ્બરે બપોરના સમયે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. આ ચક્રવાતી તોફાનના કારણે ૮૦-૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.