મૈ ટ્રોલિંગ સે અચ્છી તરહ સે નહીં નિપટ પાતી: સુહાના ખાન

મુંબઈ, શાહરુખ અને ગૌરી ખાનની લાડલી સુહાના ખાન જલદી નેટફ્લિક્સ પર અપકમિંગ ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. જાેયા અખ્તર ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સુહાનાની સાથે-સાથે બોની કપૂરની દીકરી ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ જાેવા મળશે. ધ આર્ચીઝ ૭ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ વચ્ચે ફિલ્મની રિલીઝ પહેલાં કિંગ ખાનની દીકરીનો એક ઇન્ટરવ્યુ હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં સુહાના જણાવે છે કે એ સોશિયલ મિડીયામાં ટ્રોલ થાય ત્યારે કેવી રીતે ડીલ કરે છે.
સામાન્ય રીતે તમે એ વાત તો જાણતા હશો કે સોશિયલ મિડીયામાં કોઇને કોઇ રીતે સ્ટાર તેમજ સ્ટારકિડ ટ્રોલિંગનો શિકાર બનતા હોય છે. આ લિસ્ટમાં શાહરુખ ખાનની દીકરીનું નામ પણ શામેલ છે, જે મોટાભાગે ટ્રોલ થતી રહેતી હોય છે.
સુહાના ખાન સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ સ્ટારકિડ્સમાંથી એક છે. આમ ટ્રોલ થવા બાબતે સુહાના ખાને રિએક્શન આપતા જણાવ્યુ કે, સચ કહૂં તો મૈ ટ્રોલિંગ સે અચ્છી તરહ સે નહીં નિપટ પાતી હૂં. આ સાથે સુહાના વધુમાં જણાવે છે કે બેકાર કમેન્ટ્સે મને ઘણું બધુ શીખવાડ્યુ છે. શાહરુખની લાડલી સામાન્ય રીતે પોતાની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરતી રહેતી હોય છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ભલે બોલિવૂડમાં પગ ના મુક્યો હોય, પરંતુ હંમેશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે.
આ દિવસોમાં સુહાનાની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવે છે. શાહરુખની લાડલી કોઇ પણ પાર્ટીમાં તેમજ ઇવેન્ટમાં એકદમ હટકે સ્ટાઇલમાં નજરે પડતી હોય છે. ક્યારેક કુલ તો ક્યારેક હોટ તસવીરોને લઇને વાયરલ થતી હોય છે. આમ કોઇને સુહાનાનો હોટ લુક ગમે છે તો કોઇ સુપર કુલ લુક પર ફિદા થઇ જાય છે. સુહાના ખાનના સોશિયલ મિડીયામાં ૪.૪સ્ ફોલોઅર્સ છે, જ્યારે સુહાનાની કોઇ પણ તસવીર સામે આવે છે ત્યારે એ ઝડપથી વાયરલ થઇ જાય છે. જાે કે હાલમાં સુહાનાને લોકો મોટા પડદા પર જાેવા માટેની રાહ જાેઇ રહ્યા છે.SS1MS