માવઠા બાદ ચાલુ થશે ઝાકળ વરસાદનો રાઉન્ડ
અમદાવાદ, ભરશિયાળે રાજ્યના હવામાનમાં પલટો જાેવા મળી રહ્યો છે. જે સમયે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે તેવા સમયે જ સામાન્ય ઠંડી જાેવા મળી રહી છે અને ભેજવાળા પવનો સાથે માવઠાના ઝાપટા પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને લીધે ગુજરાતના હવામાન પણ અસર પડી છે અને પવનોની દિશા બદલાતા ઠંડી નહીં પણ માવઠા જાેવા મળી રહ્યા છે.
આ માવઠાના રાઉન્ડ ક્યાં સુધી ચાલુ રહેશે અને કયા વિસ્તારોને પ્રભાવિત કરશે, જ્યારે ઝાકળના વરસાદની સંભાવના અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમની યુ-ટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે વાવાઝોડા, ઠંડી, માવઠું અને ઝાકળના વરસાદ અંગે વિસ્તૃતમાં વાત કરી છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું છે. આ વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. તે તમિલનાડુના દરિયાકાંઠાથી નજીક પહોંચી દિશા બદલી ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે. ૫ ડિસેમ્બરે વહેલી સવારે આંધ્રપ્રદેશ પર લેન્ડ કરે તેવી શક્યતાઓ છે.
લેન્ડિંગ સમયે તેની ગતિ ૯૫થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે. તેના ઝટકાના પવનોની ગતિ ૧૧૦ કિલોમીટર સુધીની રહી શકે છે. જેના લીધે ૬ ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. આ વાવાઝોડું ગુજરાતને એવી રીતે અસર કરવાનું છે કે નવેમ્બરના મધ્યએથી ઉત્તર પૂર્વના પવનો સેટ થઇ ચૂક્યા હતા. બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાતા ગુજરાતના પવનોની દિશા બદલાઇ છે. ઘણી જગ્યાએ પવનો પશ્ચિમ દિશાએથી ફરીને આવી રહ્યા છે. આ વાવાઝોડાને લીધે પવનોની જે દિશા બદલાઇ છે અને પવનો ભેજવાળા આવી રહ્યા છે.
જેના લીધે રાજ્યમાં ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થયું છે. જેના લીધે છેલ્લા બે દિવસથી છૂટાછવાયા માવઠાના ઝાપટાઓ જાેવા મળી રહ્યા છે. આવનારા ૨૪ કલાક સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાના ઝાપટા જાેવા મળશે. મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા, વડોદરા જિલ્લા, ભરૂચમાં માવઠા જાેવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા જાેવા મળી શકે છે. આ છૂટાછવાયા સામાન્ય હળવા વરસાદ છે. કોઇ ભારે વરસાદ થવાનો નથી. ૫ ડિસેમ્બરથી ફરી હવામાન ચોખ્ખુ થઇ જશે.
વાવાઝોડાની અસરના લીધે રાજ્યમાં માવઠું પડી રહ્યું છે. હાલ ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં હિમવર્ષાની શરૂઆત થઇ છે. ૫ ડિસેમ્બરે દેશના ઘણા રાજ્યો વાવાઝોડાની અસરથી મુકત થાય તે પછી ગુજરાતમાં પણ ફરી પવનોની દિશા બદલાય અને ૫ તારીખથી ઉત્તર પૂર્વના પવનો થશે. ૬ તારીખથી ગુજરાતમાં ગમે ત્યારે તપામાન નીચું આવશે અને ઠંડીનો અહેસાસ થશે.
૬ ડિસેમ્બરથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ છે. ૫ ડિસેમ્બરથી ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. કેમ કે, ઝાકળ વરસાદને લીધે શિયાળું પાકમાં જે કઇ ફેરફારો થતા હોય છે, તેને ધ્યાને રાખવાના હોય છે.
પાણી પીવડાવવું, ન પીવડાવવું, તે અલગ-અલગ પાક પ્રમાણે ર્નિણય લેવાના હોય છે. તે પણ દરેક ખેડૂતે ધ્યાનમાં રાખવાનું છે કે, ૫ ડિસેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાકળનો રાઉન્ડ આવી રહ્યો છે. તે રાઉન્ડ ત્રણથી ચાર દિવસ જાેવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઇ રહી છે. આ ઝાકળ પણ સમગ્ર વિસ્તારમાં નહીં હોય, છૂટાછવાયા વિસ્તારોને પ્રભાવિત કરશે.SS1MS