Western Times News

Gujarati News

ઘરેલુ હિંસાથી રક્ષણ આપતા કાયદા અંગેની માહિતી મહિલાઓને આપવામાં આવી

અમદાવાદ,  અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ઘરેલુ હિંસાથી રક્ષણ આપતા કાયદા અન્વયે લક્ષિત જૂથોની મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પારિવારિક હિંસાથી મહિલાઓ કેવી રીતે બચી શકે અને તે માટે મહિલાઓ કોર્ટમાં ડી.આઇ.આર. (Domestic Incident Report) કરીને ન્યાય માંગી શકે છે. બધા પ્રકારની હિંસાથી મહિલાઓ કેવી રીતે પોતાનો બચાવ કરી શકે અને આ અધિનિયમ અંતર્ગત તેઓ કેવી રીતે કાયદાકીય કે અન્ય સહાય મેળવી શકે તેની માહિતી હાજર મહિલાઓને પૂરી પાડવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના પ્રયાસરૂપે મહિલાઓને ન્યાય સુનિશ્ચિત થાય અને મહિલાઓ જાગૃત થાય તે જ આ સેમિનારનો મૂળ હેતુ હતો.

આ કાર્ય્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી વૃત્તિકાબહેન વેગડા, પેનલ એડવોકેટ શ્રી દિલીપભાઈ પટેલ, એડવોકેટ શ્રી ધારાબહેન, ઇન્ડિયન એકાદમીના કોર્ડીનેટર શાંતાબહેન કોષ્ટિ, ગૌરવભાઈ ઠક્કર-જેન્ડર એક્સપર્ટ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમનના જેન્ડર સ્પેશિયલિસ્ટ જીતેશભાઈ સોલંકી અને સ્પેશિયયાલિસ્ટ ઈન ફાઈનાન્સ લિટ્રેસી હેમલબહેન બારોટ હાજર રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.