મહુધા વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા ના ૨૨ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે મહુધા વિધાનસભા ભાજપ સહ પરિવાર દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો સૌ કાર્યકર્તા મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને વડીલોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ભારત સરકારના મંત્રી દેવુસિંહ ચૌહાણ, મહુધા વિધાનસભા ના ધારાસભ્ય સંજયસિંહ મહિડા ,
જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઇ બ્રહ્મભટ્ટ , ખેડા જીલ્લા સંગઠન મહામંત્રી અમિતભાઇ ડાભી, મહામંત્રી રાજેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, પૂર્વ કારોબારી ચેરમેન જ્યંતિભાઈ સોઢા,મહુધા સંગઠન પ્રમુખ રમેશભાઈ સોઢા અને મહામંત્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ,તાલુકા સભ્યશ્રીઓ જીલ્લા – તાલુકા – શહેર સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને મોટી સંખ્યા માં વડીલો ઉપસ્થિત રહ્યા.