અકસ્માતે પગ ગુમાવનાર યુવકને હેન્ડીકેપ સાયકલ સહાયરૂપે અપાઈ
(તસ્વીરઃ અશોક જાષી) (પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના વાપી ખાતે સમાજ સેવા એજ પ્રભુ સેવાના ઉદ્દેશથી કામ કરનાર વલસાડ જિલ્લાના વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે વાપી નજીક આવેલ છીરી ગામના નવીનગરી ફળિયામાં રહેતા નરસિંહભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે થયેલા અકસ્માત દરમિયાન પોતનો એક પગ ગુમાવી ચૂક્યા હતા.
જેથી તેમને કંઈ પણ કામ કાજ માટે આવવા જવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હતી અને પોતે પોતાની સાઇકલ ચલાવવા માટે એ પોતે અસમર્થ હતા. તેની જાણ વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના કિરણ રાવલ ને થતાં તરત જ કિરણ રાવલે વ્યક્તિ ની મુલાકાત લીધા બાદ પોતાના ટ્રસ્ટ ગ્રુપના સભ્યો ને આ બાબતની માહિતી તથા જાણકારી આપી.
અને દરેક સભ્યોએ વિના સંકોચે જરા પણ વિલંબ કર્યા વિના આ ટ્રસ્ટ ગ્રુપના સભ્યો સજય નાયક, ડેનિશ દેસાઈ, સંજીવ મડિયા, દર્ષિલ નાયક, હાર્દિક નાયક, ભવ્ય દેસાઈ, ડો વોલ્સન પટેલ, નંદકિશોર કોઠારી તેમજ અન્ય ટ્રસ્ટ ગ્રુપના સભ્યોએ તાત્કાલિક નવી હેન્ડીકેપ સાઇકલ લાવી હતી. જે એ સાઇકલ આવી જતા એ હેન્ડીકેપ સાયકલ જરૂરિયાત મંદ વ્યક્તિને પહોચતી કરી એક ખરી માનવતાનું કાર્ય કર્યું છે.
આમ વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના દરેક સભ્યો સાથે મળીને એક બીજાના સહયોગથી વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં સમાજ સેવાના કાર્યો કરતા રહે છે આ અગાઉ પણ આ ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવા ઘણા જરૂરિયાત મંદોને વ્હીલચેર તેમજ સાઇકલો આપી ચૂક્યા છે જેનો લાભ જરૂરિયાતમંદો લઈ રહ્યા છે, જે સમાજ સેવાકીય એક ઉત્તમ કાર્ય ગણી શકાય.