પેથાપુર વીર મહારાજના મંદિરમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) બનાસકાંઠા જીલ્લામા ૧૪ તાલુકાઓ આવેલા છે.જેમા દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે, આ તાલુકામા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી જીતતી આવે છે.
દાંતા તાલુકામાં સૌથી વધુ આદીવાસી સમાજ વસવાટ કરે છે અને હાલમાં દાંતા ૧૦ વિધાનસભાના ધારાસભ્ય પણ આદીવાસી સમાજના કાંતી ખરાડી છે.હાલમા દીવાળી પર્વ પૂર્ણ થયા બાદ દાંતા તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્રારા દીવાળી અને દેવ દિવાળી પર્વ નિમિત્તે પેથાપુર વીર મહારાજના મંદિરમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યર્ક્મ યોજાયો હતો
જેમાં દાંતા અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસનાં નેતા,ધારાસભ્ય અને વિવિઘ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ રાજ્યોની ચૂંટણીમા કાંગ્રેસ પાર્ટી ૩ રાજ્યોમાં સરકાર બનાવી રહી છે તેવું જણાવ્યુ હતુ.કાંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામા આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે અશોક ગેહલોતની સરકાર ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો આપી રહી છે, ત્યારે ભાજપ ચુંટણી જીતવા માટે હવે રાજસ્થાનના ચુંટણી ઢંઢેરા મા કહ્યુ છે કે ૪૫૦ મા ગેસનો બાટલો આપીશું તો પછી છેલ્લાં ૩૦વર્ષ મા કેમ ગુજરાતનાં લોકોને ગેસનો બાટલો સસ્તો આપવામા આવતો નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ છે અને તે ગુજરાતમાં કેટલાય પંચાયતોની અને તાલુકા પંચાયતોની અને જિલ્લા પંચાયતોની ચૂંટણી કરાવતી નથી.કારણ કે,તેમને હારનો ડર સતાવી રહ્યો છે એટલે તે પંચાયતોમાં વહીવટદારનું શાસન મુકેલ છેદ્બ વધુમાં આ ભાજપ સરકાર ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી સમયસર યોજશે,બાકી બધી ચૂંટણી સમયસર યોજતી નથી.
દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં બાબુ રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે.હાલ બધાને ખબર છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે પણ ગુજરાત ના મુખ્યમંત્રી કે કૈલાશનાથન છે .રિટાયર્ડ આઇએએસ અધિકારી છે દિલ્હી થી સાંજે ફોન આવે અને તે કહે તેજ બધુ કરે છે.દિનેશ ગઢવી નો બીજો મોટો આરોપ કે બનાસકાંઠા પણ અત્યારે ડ્રગમાં નંબર વન તરફ જઈ રહ્યું છે જે ગંભીર બાબત છે.
હકાંતી ખરાડીએ જણાવ્યું કે પહેલા કોંગ્રેસ ઉપર આરોપ મુકવામાં આવતા હતા કે ગાંધી પરિવાર જ દેશ ચલાવે છે તેવું કહેવામાં આવતું હતું તો, અત્યારે કોણ દેશ ચલાવી રહ્યું છે, માત્ર બે ગુજરાતીઓ જ દેશ ચલાવી રહ્યા છે.અહીંયા જે ગુજરાતના મુખ્યમંત્રી બેઠા છે તે હાથ અને હોઠ બાંધીને બેઠા છે.
હાથ અને હોઠ બાંધીને બેઠા છે. એ લોકો ન કહે ત્યા સુધી બોલવાની હિંમત કરતા નથી. ગરીબોની સરકાર નથી આ તો આલીયા માલીયા અને જમાલીયા ની સરકાર છે, તેમનાં આજુબાજુ ફરવા વાળાની સરકાર છે.