અગરિયાઓના ઘા પર મીઠુંઃ મીઠાના અગરોમાં નર્મદાના નીર ફરી વળ્યા
ખારાઘોડા, કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને મુસીબત શબ્દ સાથે કાયમી પનારોર પડયાં હોય તેમ અભ્યારણ મુદે અગરીયાઓનાં રણ પ્રવેશ અને મીઠા ઉત્પાદનના કાયમી અધિકારોના સવાલો ગરમાયા છે. ત્યાંજ ખારાઘોડાથી ધ્રાંગધ્રા પટ્ટાના મીઠાના અગરોમાં નર્મદાનું પાણી જાશભેર ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખારાઘોડાથી અંદાજે સાત કિલોમીટર દૂર આવેલા રણ દેગા મીઠા મંડળી હીંમતપુરરા મીઠા મંડળી સહીતના ચારસો જેટલા મીઠાના પાટાઓમાં છેલ્લા પંદર વર્ષથી દર વખતે નવેમ્બર-ડીસેમ્બરની આસપાસ નર્મદાના પાણી ફરીર વળે છે. અને અગરીયાઓને મીઠાનું ધોવાણ સહીત અનેક હાલાકીઓના સામનો કરવો પડે છે. ત્યારે આ વખતે વધુ એક વખત મીઠાના અગરોમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરીયાના જીવ પડીકે બંધાયા છે.
છેલ્લા પંદર વરસરમાં આ વખતે ઘણું વધારે અને જાશભેર પાણી આવ્યું છે. અને લગભગ ત્રીસ કિલોમીટર જેટલી લંબાઈમાં ઢીચણ ડૂબ પાણી ફરી વળ્યાનું અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામાએ જણાવ્યું હતું. નર્મદા વિભાગને આ સમસ્યાથી વાકેફ કરવા અગરીયા આગેવાનો અને અગરીયા મહાસંઘ દ્વારા ટેલીફોનીક પ્રયરાસો હાથ ધરાયા છે.
એક અંદાજ મુજબ રાજકોટ જેવા મહાનગરને આખુ વરસ પીવરાવી શકાય તેટલું પાણી દર વરસે રણમાં વેડફાય છે. બીજી તરફ તંત્ર દ્વારા વરસી વરસો વરસ ટીમ બનાવી તપાસથી અને બેઠકો સહીતના પગલાઓ વચ્ચે કાયમી ઉકેલની ખાત્રી આપવા છતાંય દર વર્ષે આ ખાત્રીઓઅ અને હૈયાધારણાઓ ઉપર પાણી ફરી વળે છે.