Western Times News

Gujarati News

બાર કાઉન્સીલના પૂર્વ પ્રમુખ જે. જે. પટેલ દ્વારા ન્યાયમૂર્તિઓનું સન્માન કરાયું

અમદાવાદબાર એસોસિએશન અને સ્મોલકોઝકોર્ટ બાર એસોસિએશન આયોજીત કાર્યક્રમમાં ન્યાયમૂર્તિઓનું ભાવનાત્મક સન્માન કરતાં બાર કાઉન્સીલના પૂર્વ પ્રમુખ જે. જે. પટેલ

જર્મનીના પ્રથમ ચાન્સેલરે કહ્યું છે કે ‘ઇતિહાસ લખો નહીં ઇતિહાસ રચો’! અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલકોઝકોર્ટ બારના ઉપક્રમે દિવાળી શુભેચ્છા સન્માન સમારંભ સીટી સિવિલ અને સેશન્સકોર્ટની પાસેની ગુજરાત ક્લબના પટાંગણમાં યોજાઈ ગયો જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રી બેલાબેન ત્રિવેદી ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસશ્રી સુનિતાબેન અગ્રવાલ નું સન્માન સંવેદનાત્મક અને ભાવનાત્મક રીતે કરાયું

જેમાં અમદાવાદ બારના પ્રમુખશ્રી જગતભઈ ચોકસી ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી પરેશભાઈ જાની સ્મોલકોઝકોર્ટ ના બાર ના અગ્રણી શ્રીમતી વૈશાલીબેન ભટ્ટ સહિત બારના અનેક અગ્રણીઓએ મહાનુભાવોના સન્માનમાં જોડાયા હતા એટલું જ નહીં ડ્રોન મારફતે ગુલાબની પાંખડીઓ ન્યાયાધીશો પર વરસાવી અદભુત સન્માન કરાયું હતું!

તસ્વીરમાં ગુજરાત બારકાઉન્સીલના પૂર્વ પ્રમુખ અને સમરસ જૂથના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ તરીકે ઓળખાતા જાણીતા એડવોકેટ શ્રી જે જે પટેલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલ નું સન્માન કરતાં દ્રશ્યમાન થાય છે ત્યારે બીજી તસવીરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ વિચાર-વિમર્શમાં ગરકાવ હોવાનું દ્રશ્યમાન થાય છે!! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)

અમદાવાદ.બાર એસોસિએશન તથા સ્મોલકોઝ કોર્ટબાર તરફથી મહાનુભાવોનો અભિવાદન કરતા બારના પ્રમુખ જગતભાઈ ચોકસી!

અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોર્ટ બારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સમારંભ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા બાર ના પ્રમુખશ્રી જગતભાઈ ચોકસી એ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતાબેન અગ્રવાલ, સીટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટ ના પ્રિન્સિપાલ જજ શ્રી કે. એમ. સોજીત્રા સહિત તમામ ન્યાયાધીશોનો અમે આવકારીએ છીએ કે શ્રી જગતભઈ ચોકસી એ વધુમાં જણાવ્યું હતું કે

નૂતન વર્ષમાં આપણે ત્યાં વકીલાતના વ્યવસાયમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે તેમને સન્માનવાની આ બારની પરંપરા છે આ મહાનુભાવો વકીલોને પણ તેમને આવકાર્યા હતા! તેમણે થોડા સમયમાં ઈ ફાઇલીગ ચાલુ થશે અને ન્યાયક્ષેત્રના પ્રશ્નો ઉકેલાશે એવી આશા પણ અભિવ્યક્ત કરી હતી બીજી તસ્વીરમાં સીટી સિવિલ અને સેશન્સકોર્ટના પ્રિન્સિપાલ જજ કે. એમ. સોજીત્રા સહિત સીટી સિવિલ અને સેશન્સકોર્ટ ના ન્યાયાધીશો ઉપસ્થિત રહેલા જણાય છે

સાથે તસવીરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી બેલાબેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ સુ શ્રી સુનિતાબેન અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના એન.વી. અંજારિયા સાથે દ્રશ્યમાન થાય છે આ પ્રસંગે ગજરાત હાઇકોર્ટ ના વરિષ્ઠ ન્યાયમુર્તિ એ.જે.શાસ્ત્રી, શ્રીમતી વૈભવીબેન નાણાવટી સહિત અનેક ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા
( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.