ગુજરાતના 5 જિલ્લામાંથી વાહનો ઉઠાવતો વાહનચોર 15 બાઈક-ત્રણ મોબાઈલ સાથે ઝડપાયો
વાહન ઉઠાવગીર ટોળકી છ ચોરાઉ બાઈક સાથે ઝડપાઈ
રાજકોટ, રાજકોટ સહીત પાંચ જીલ્લાને ધમરોળતો મુળ જંગવડનો અઅને હાલમાં મોરબીમાં રહેતા રીઢા વાહનચોરને એલસીબીઝોન-ર ના સ્ટાફે રાજકોટમાંથી રૂ.પ.ર૧ લાખની કિમતના ૧પ ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. તેમજ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે છ ચોરાઉ બાઈક સાથે બે સગીર સહીત પાંચ શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મુળ જસદણના જંગવડ ગામનો અને હાલમાં મોરબીમાં રફાળીયાના ઢોળા પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ઘનશ્યામ સવજી દુઘાત નામનો રીઢો વાહનચોર ચોરાઉ બાઈક સાથે ફરતા હોવાની બાતમીના આધારે એલસીબીઓ ઝોન-રના પોસઈ આર.એચ ઝાલા તથા જમાદાર હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, જયંતીગીરી ગોસ્વામી, મોલીકભાઈ અમીનભાઈ મનીષભાઈ જયપાલસિંહ અને ધર્મરાજસિંહ સહીતના સ્ટાફે ગાંધીગ્રામ વિસ્તારમાંથી ઘનશ્યામ સવજી દુધાતને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો.
પોલીસની આગવી ઢબની પુછતાછ અને તપાસમાં ઘનશ્યામ દુધાતે રાજકોટ તેમજ ભાવનગર મોરબી ખંભાળીયા અને જામનગરમાંથી ૧પ બાઈકની ઉઠાંતરી અને ત્રણ મોબાઈલની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે રીઢા ગુનેગાર પાસેથી રૂ.પ.૧૦ લાખની કિમતના ૧પ બાઈક અને ત્રણ મોબાઈલ સહીત રૂ.પ.ર૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
ઘનશ્યામ દુધાત રાજકોટ સહીતનો શહેરોમાં દિવસે જુદા જુદા વિસ્તારોમાં રેકી કરરતો હતો અને રાત્રીના સમયે લોક વગરના બાઈકની ઉઠાંતરી કરી લેતો હતો. ઘનશ્યામ દુધાત અગાઉ ઉપલેટા રાજકોટ, પડેચરી કુવાડવા, સાબરમતી રેલવે પોલીસમાં ચોરીના ગુનામાં પકડાઈ ચુકયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
તેમજ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે ભાવનગર રોડ પરની ફારુકી સોસાયટીમાં રહેતા આયર્ન ઉર્ફે બોન્ડ સલીમ બ્લોચ ભાવનગર રોડ પર મેરામબાપાની વાડી પાસે રહેતા અલ્તાફ ઉર્ફે કડીદીલાવર ખેરડીયા, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા જુમ્માશાહ નુરશાહ શાહમદાર અને બે સગીર સહીત પાંચને રૂ.૧.૮૦ લાખની કિમતના છ ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા.
પોલીસની વધુ તપાસમાં રાજકોટના ચાર અને એક શાપરના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અલ્તાફ ઉર્ફે કડી અગાઉ હત્યાનો પ્રયાસ મારામારી સહીતના છ ગુનામાં અને આર્યન ઉર્ફે બોન્ડો ખુની હુમલા સહીત બે ગુનામાં, જુમ્માશાહ શાહમદાર હત્યા સહીતના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.