Western Times News

Gujarati News

યુનેસ્કો દ્વારા ‘ગુજરાતના ગરબા’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો

પ્રતિકાત્મક

ગુજરાત સરકારે આ સિમાચિહ્નની ઉજવણી કરવા માટે જિલ્લાઓમાં વિવિધ ક્યુરેટેડ ‘ગરબા’ કાર્યક્રમોનું આયોજન કર્યું

અમદાવાદ, કસાને, બોટ્‌સવાનામાં ૫થી ૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે આંતરસરકારી સમિતિની ૧૮મી બેઠક દરમિયાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે ૨૦૦૩ના સંમેલનની જાગવાઇઓ હેઠળ યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (આઇસીએચ)ની પ્રતિનિધિ યાદીમાં ‘ગુજરાતના ગરબા’ને અંકિત કરવામાં આવ્યા છે.

ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જાડાનાર ભારતનું ૧૫મુ આઈ.સી.એચ. તત્વ છે. આ શિલાલેખ ગરબાની એકતાના બળ તરીકેની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે જે સામાજિક અને લિંગ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. નૃત્યના સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક વિધિઓ અને ભÂક્તના મૂળમાં ઊંડે સુધી પથરાયેલા છે, જેમાં જીવનના દરેક ક્ષેત્રના લોકો સામેલ છે અને તે સમુદાયોને એક સાથે લાવવાની જીવંત જીવનશૈલીની પરંપરા તરીકે સમૃદ્ધ થઈ રહી છે.

પૂર્વોત્તર ક્ષેત્રનાં કેન્દ્રીય સાંસ્કૃતિક, પ્રવાસન અને વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ એક ઠ પોસ્ટમાં કહ્યું હતું કે, આ યાદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારનાં વિશ્વ સમક્ષ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને પ્રદર્શિત કરવા માટેનાં અથાગ પ્રયાસોનો પુરાવો છે.

૨૦૦૩ના કન્વેન્શનની મૂલ્યાંકન સંસ્થાએ આ વર્ષે તેના અહેવાલમાં ઉત્કૃષ્ટ સહાયક સામગ્રી સાથેના ડોઝિયર માટે અને વિવિધતામાં એકતાને ચેÂમ્પયન બને અને વિવિધ સમુદાયો વચ્ચે સામાજિક સમાનતા કેળવે તેવા ત¥વને નોમિનેટ કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. યુનેસ્કોની આ સ્વીકૃતિ ગુજરાતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ત¥વને અંકિત કરે છે, ગરબા તેની વૈÂશ્વક દૃશ્યતા અને અધિકૃત સ¥વમાં નોંધપાત્ર વધારો કરશે.

કેટલાંક સભ્ય દેશોએ આ સિદ્ધિ બદલ ભારતને અભિનંદન આપ્યાં હતાં. આ નોંધપાત્ર પ્રસંગની ઉજવણી માટે ઇÂન્ડયન કાઉÂન્સલ ફોર કલ્ચરલ રિલેશન્સના ૮ ડાન્સર્સની ટુકડીએ સભા સ્થળે ગરબા ડાન્સ ફોર્મનું પ્રદર્શન કર્યું હતું. ભારતમાં, ગુજરાત સરકાર આ સીમાચિહ્નને ઉજવવા માટે ગુજરાતના જિલ્લાઓમાં અનેક ક્યુરેટેડ ‘ગરબા’ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.

યુનેસ્કો ૨૦૦૩ કન્વેન્શન હેઠળ લિÂસ્ટંગ મિકેનિઝમનો ઉદ્દેશ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની દૃશ્યતા વધારવાનો, તેના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો અને સાંસ્કૃતિક વિવિધતાને માન આપતા સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. ભારતને ૪ વર્ષના કાર્યકાળ માટે વર્ષ ૨૦૨૨માં આઇસીએચ ૨૦૦૩ સંમેલનની ૨૪ સભ્યોની આંતર-સરકારી સમિતિ (આઇજીસી)માં સામેલ થવા માટે ચૂંટવામાં આવ્યું હતું.

ભારતની સાથે આ વર્ષની ઇન્ટરગવર્નમેન્ટલ કમિટી (આઇજીસી)માં અંગોલા, બાંગ્લાદેશ, બોટ્‌સવાના, બ્રાઝિલ, બુર્કિના ફાસો, કોટ ડી’આઇવોઇર, ચેકિયા, ઇથોપિયા, જર્મની, મલેશિયા, મૌરિટાનિયા, મોરોક્કો, પનામા, પેરાગ્વે, પેરુ, રિપÂબ્લક ઓફ કોરિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સ્લોવેકિયા, સ્વીડન, Âસ્વટ્‌ઝર્લેન્ડ, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.