એલડી એન્જીનીયરીંગ કોલેજની મેસમાં ભોજનની થાળીનો ભાવ વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો
એક ડિશનો ભાવ ત્રણ મહિનામાં રૂ.૫૫થી વધારી ૭૦ કરાતા વિદ્યાર્થીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો
(એજન્સી)અમદાવાદ, ગુજરાતની સૌથી મોટી અને જૂની અમદાવાદની એલડી એન્જીનીયરીંગ કોલેજની મેસમાં પ્રતિ થાળી ભોજનમાં ભાવ વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. એનએસયુઆઈના કાર્યકરોએ થાળી વગાડીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. એનએસયુઆઈ એ દાવો કર્યો છે કે ત્રણ મહિના પૂર્વે જે થાળી ના ૫૫ રૂપિયા હતા તે વધારીને ૭૦ રૂપિયા કરી દેવાયો છે.
એનએસયુઆઈના દાવા સામે જા કે પ્રસાશને દાવો કર્યો છે કે કરાર મુજબ ૬૦ રૂપિયા જ લઈ શકાય છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની (LDCE College Ahmedabad) મેસમાં એક ડિશનો ભાવ ત્રણ મહિનામાં ૫૫ થી વધારી ૭૦ રૂપિયા કરી દેવાતા એનએસયુઆઈ કાર્યકરોએ થાળી-ચમચી ખખડાવી ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈ એ દાવો કર્યો કે એલડી એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં પ્રતિ થાળી ભાવ કરાર કરતા વધારે લેવામાં આવી રહ્યો છે. એનએસયુઆઈએ કેન્ટીન અને ત્યારબાદ એલડી એન્જીનીયરીંગ કોલેજ પ્રસાશનને રજુઆત કરી ભાવ વધારો પરત ખેંચવા માગ કરી છે.
NSUIએ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પોસાય એટલી ફીમાં ભોજન મળવું જાઈએ. ત્રણ મહિના પૂર્વે જે થાળી ના ૫૫ રૂપિયા હતા તે વધારી ૭૦ કરી દેવામાં આવ્યા છે. એનએસયુઆઈના દેખાવો બાદ એલડી એન્જીનીયરીંગ કોલેજ પ્રસાશને સ્પષ્ટતા કરી કે નવેમ્બર ૨૦૨૩ થી એલડી એÂન્જનિયરિંગની ત્રણ મેસ માટે અલગ અલગ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે મુજબ તેઓ પ્રતિ થાળી એક વર્ષ સુધી ૬૦ રૂપિયા ભાવ જ લઈ શકે, એનાથી વધારે ભાવ ના લઈ શકે.
એલ ડી એન્જીનીયરીંગ કોલેજના પ્રસાશકોએ જણાવ્યું કે જા કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરાર કરતા વધારે રૂપિયા લેવામાં આવતા હશે, તો તેમની સામે કરાર ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં
આવશે.