Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને ‘નેશનલ એવોર્ડ’

Signal school education to poor children

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના આ નવતર અભિગમને દેશભરમાં ભારે પ્રશંસા મળી

અમદાવાદ, ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે શહેરના જુદા-જુદા સિગ્નલ પર ભિક્ષા માગનારા બાળકોને ભિક્ષા નહીં શિક્ષા અંતર્ગત આવરી લેવા માટે ગત ૬ માર્ચ, ર૦રરના રોજ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. Ahmedabad Municipal School Board’s Signal School Project ‘National Award’

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના આ નવતર અભિગમને દેશભરમાં ભારે પ્રશંસા મળી છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ આ પ્રોજેક્ટને નેશનલ એવોર્ડ એનાયત કરાયો છે.
અમદાવાદમાં સૌપ્રથમ શરૂ થયેલા સામાજિક સમરસતા તથા સામાજિક સંવેદના ઊભા કરવાના વિશિષ્ટ અભિગમ સાથે સિગ્નલ સ્કૂલ જેવી યોજનાનો પ્રારંભ થયો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલના બાળકોને અત્યાધુનિક ટેકનોલોજીસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

બસમાં ઈન્ટરનેટ, વાઈ-ફાઈ કનેક્ટિવિટી, સીસીટીવી કેમેરા, આધુનિક રમકડ, એમ્પ્લિફાયર સેટ વગેરેના માધ્યમથી ભિક્ષા માગનારા બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવાઈ રહ્યો છે તેમજ પ્રવેશ અપાયેલા બાળકો સફળતાપૂર્વક પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્વ કરે તે દિશામાં સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓ દ્વારા શ્રેષ્ઠતમ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ગત ૪ ડિસેમ્બરે નવી દિલ્હીના ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ કેન્દ્રના એનઆઈઈપીએ ખાતે સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી. દેસાઈ દ્વારા પ્રેજન્ટેશન કરવામાં આવ્યું હતું, જેના કારણે એનઆઈઈપીએ દ્વારા ઈનોવેટિવ પ્રોજેક્‌ટ સિગ્નલ સ્કૂલ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો હતો. પ ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે ડો. એલ.ડી. દેસાઈને આ એવાર્ડ એનાયત કરાયો હતો.

આ પ્રસંગે એનઆઈઈપીએ, એનસીઈઆરટી જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓના શિક્ષણશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં અનોખા કહી શકાય તેવા આ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા પ્રશંશા કરવામાં આવી હતી. તેમજ આ પ્રોજેક્ટ દેશના અન્ય મહાનગરો તેમજ નગરોમાં અમલમાં મૂકી શકાય તેમ છે તેવી સૌને પ્રતીતિ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.